fbpx

વીનેશ ફોગાટે સંન્યાસને લઇને બદલ્યું પોતાનું મન, આવી ઇચ્છા વ્યક્ત કરી

Spread the love

પેરિસ ઓલિમ્પિકમાં વીનેશ ફોગાટ મેડલ જીતવા માટે ખૂબ નજીક પહોંચી ગઇ હતી, પરંતુ ફાઇનલ અગાઉ 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે તેની સાથે સાથે કરોડો ભારતીયોનું દિલ તૂટી ગયું. વીનેશ ફોગાટને વજન વધારે હોવાને કારણે અયોગ્ય જાહેર કરી દેવામાં આવી હતી અને આ કારણે તે ફાઇનલમાં પણ હિસ્સો ન લઇ શકી. જો કે, તેણે અંતિમ સમય સુધી વજન ઓછું કરવા માટે બધી રીતો અપનાવી, પરંતુ ફાઇનલની સવારે એ નક્કી વજન સુધી પહોંચી ન શકી.

વીનેશ ફોગાટે વજન ઓછું કરવા માટે ખૂબ પરેસેવો પાડ્યો, વાળ કપાવ્યા અને સતત કલાકો સુધી કસરતો કરી હતી, એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેના કોચને લાગ્યું કે એટલો બધો પ્રયાસ કરવાથી પહેલવાનનું મોત પણ થઇ શકે છે. ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટ્યા બાદ સંન્યાસની જાહેરાત કરનારી વીનેશ ફોગાટે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની સફરને સાથ આપનારાઓનો આભાર માન્યો અને એવા પણ સંકેત આપ્યા કે તે કુશ્તીમાં કમબેક કરવાની છે.

વીનેશ ફોગાટની ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની અપેક્ષાઓ બુધવારે સમયે તૂટી ગઈ, જ્યારે CASએ 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે ફાઇનલમાં અયોગ્ય ઠેરવવા વિરુદ્ધ તેની અરજી ફગાવી દેવામાં આવી. વીનેશ ફોગાટને ગયા અઠવાડિયે મહિલાઓના 50 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુશ્તીની ફાઇનલ મેચની સવારે અયોગ્ય જાહેર કરી દેવામાં આવી હતી. વીનેશ ફોગાટે શુક્રવારે સોશિયલ મીડિયા પર ખૂબ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પોતાના કરિયર સાથે જોડાયેલી ઘણી મહત્ત્વપૂર્ણ વાતો બતાવી છે. વીનેશ ફોગાટે એમ પણ કહ્યું કે તે 2032 સુધી રમવા માગે છે.

વીનેશ ફોગાટે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, મારી ટીમ, મારા સાથી ભારતીયો અને મારો પરિવાર, એમ લાગે છે કે જે લક્ષ્ય માટે આપણે કામ કરી રહ્યા હતા અને જેને હાંસલ કરવાની આપણે યોજના બનાવી હતી, એ અધૂરી રહી ગઇ. કેટલીક કમીઓ હંમેશાં રહી શકે છે અને વસ્તુઓ ફરી એવી નહીં હોય શકે. કદાચ અલગ પરિસ્થિતિઓમાં હું પોતાને 2032 સુધી રમતી જોઇ શકું. કેમ કે મારી અંદર લડાઇ અને કુશ્તી હંમેશાં રહેશે.

પેરિસ ઓલિમ્પિકમાં જાપાનની યુઇ સુસાકી સામે જીત સહિત 3 જીત સાથે મહિલાઓની 50 કિગ્રા ફ્રીસ્ટાઇલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારી વીનેશ ફોગાટને આખરે ગોલ્ડ મેડલ જીતનારી અમેરિકાની સારા હિલ્ડેબ્રન્ટ વિરુદ્ધ ફાઇનલ મેચમાંથી બહાર કરી દેવામાં આવી કેમ કે સવારે વજન કરતી વખત તેનું વજન નિર્ધારિત સીમાથી 100 ગ્રામ વધારે જણાયું હતું.

પહેલવાને CASમાં આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી અને માગ કરી કે તેને ક્યૂબની પહેલવાન યુસ્નેલિસ ગુજમેન લોપેજ સાથે સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે. લોપેજ સેમીફાઇનલમાં વીનેશ સામે હારી ગઇ હતી, પરંતુ ત્યારબાદ ભારતીય પહેલવાનને અયોગ્ય જાહેર કરી દેવાયા બાદ તેને ફાઇનલમાં જગ્યા મળી. જો કે, વીનેશની એ અપીલને પહેલા જ ફગાવી દેવામાં આવી હતી. જો કે સિલ્વર મેડલ આપવાની અપીલની સુનાવણી 3 કલાક સુધી ચાલી, તેના થોડા દિવસ બાદ CASએ તેને પણ ફગાવી દીધી.

error: Content is protected !!