રાજસ્થાનમાં દાણચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજધાની જયપુરમાં દાણચોરીના આરોપમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલી મહિલા પાસેથી 6 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું છે. નવાઈની વાત એ છે કે મહિલા આ કેપ્સ્યુલ્સ (capsules)ને પ્રાઈવેટ પાર્ટમાં છૂપાવીને લાવી હતી. જપ્ત કરાયેલા 862 ગ્રામ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 6 કરોડ રૂપિયા છે. આ હેરોઈન કેપ્સ્યુલ્સ કાઢવામાં ડોક્ટરોને 12 દિવસ લાગ્યા હતા. મહિલા યુગાન્ડાની રહેવાસી છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં કેટલીક કેપ્સ્યુલ્સ (capsules) છુપાવી હતી, જ્યારે તેણે કેટલીક કેપ્સ્યુલ (capsules) ગળી હતી. સુદાનમાં રહેતી મહિલા 19 ફેબ્રુઆરીએ UAEના શારજાહથી જયપુર એરપોર્ટ(Jaipur Airport) પહોંચી હતી.
અહીં સ્કેનિંગ દરમિયાન ડિરેક્ટોરેટ ઑફ ઈન્ટેલિજન્સ (DRI)ને મહિલાના શરીરમાં કેપ્સ્યુલ મળી આવ્યા હતા. મેજિસ્ટ્રેટની પરવાનગી મળ્યા બાદ મહિલાને જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ 19 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન મહિલાના શરીરમાંથી કેપ્સ્યુલ્સ કાઢી નાખી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અહીં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે.
આસામમાં પકડાઈ હતી સોનાની દાણચોરી
આવો જ એક કિસ્સો આસામમાં પણ સામે આવ્યો હતો. અહીં બોકાજનમાં 7 જાન્યુઆરીએ એક મહિલાને તેના સાથીદાર સાથે સોનાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મહિલા તેના પ્રાઈવેટ પાર્ટમાં છુપાયેલું અડધો કિલો સોનું લઈને જઈ રહી હતી. બંને કોહિમાથી ગુવાહાટી જતી બસમાં બેઠા હતા. આ સોનું મણિપુરના ઈમ્ફાલથી ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં 3 સોનાના બિસ્કિટ છુપાવીને રાખ્યા હતા.