fbpx

AC ચલાવતી વખતે ઘણા લોકો કરે છે આ 4 ભૂલો, શોર્ટ સર્કિટને કારણે એટલે જ લાગે છે આગ!

Spread the love

કાળઝાળ ગરમી વચ્ચે દરેક વ્યક્તિ એ ઈચ્છતો હોય છે કે આ ગરમીથી કેમ બચી શકાય. કોઈ કુલર ચલાવીને તો ઘણા લોકો એવા છે જેઓ આખો દિવસ AC ચલાવીને ઠંડી હવા લે છે. પરંતુ આ દરમિયાન ઘણી વખત દિલને હચમચાવી દે તેવા સમાચારો પણ આવે છે, જેમાં ખુલાસો થયો છે કે ઉનાળામાં AC ચલાવનારની કેટલીક ભૂલોને કારણે ઘરના ACમાં આગ અને શોર્ટ સર્કિટ થઈ રહી છે. તો આવો જાણીએ આનાથી કેવી રીતે બચી શકાય.

હાલના સમયે ગરમી એવી રીતે વધી રહી છે કે, જાણે તે કોઈની સાથે દુશ્મની કરી રહી હોય. ભારતના ઘણા ભાગોમાં પારો 50 ડિગ્રીથી પણ ઉપર નોંધાયો હતો. એટલી ગરમી પડી રહી છે કે કુલર અને AC પણ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમજ ગરમીના કારણે ACના મશીનમાં ખામી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે અને ઘણી જગ્યાએથી ACમાં આગ લાગી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઉનાળામાં, મોટાભાગની આગ શોર્ટ સર્કિટના કારણે નોંધાય છે. આ બધું ઇલેક્ટ્રિકલ ઓવરલોડ અને ઉપકરણના વધારે પડતા ગરમ થઇ જવાને કારણે થાય છે.

હવે ઉનાળો છે, તો દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે, આખો દિવસ ચાલતા એર કંડિશનર સાથે બેસી રહીએ. આ કારણથી લોકો આખો દિવસ AC ચાલુ રાખવા માંગે છે. પણ એવું વિચારવું જોઈએ કે તે પણ એક મશીન છે અને જો તેને આરામ ન આપવામાં આવે તો તે વધારે ગરમ થઈ જશે. આ તે ભૂલ છે જે આપણામાંથી મોટાભાગના લોકો કરી રહ્યા છે. જો AC સતત ચાલુ રાખવામાં આવે તો તે ઝડપથી ગરમ થાય છે અને તેના કારણે તેમાં આગ લાગી જાય છે. તેથી, વચ્ચે થોડા થોડા સમયે AC બંધ રાખવું જોઈએ જેથી કરીને મશીન ઠંડું થતું રહે.

ફિલ્ટર- આપણે સતત AC ચલાવવાનું તો વિચારીએ છીએ, અને આપણે એક મહિનાથી તેમાંથી નીકળતી ઠંડી હવા પણ લઈ રહ્યા છીએ. પરંતુ મોટાભાગના લોકો એવા છે, જે તેના ફિલ્ટર પર ધ્યાન આપતા નથી. જો AC ફિલ્ટર પર ધૂળનું જાડું પડ જમા થાય છે, તો તેને કામ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને તેના કારણે AC વધુ ગરમ થઇ જાય છે. તેથી, સમયાંતરે AC ફિલ્ટરને સાફ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

આઉટડોર યુનિટની સફાઈ- સ્પ્લિટ ACના આઉટડોર યુનિટને ટેરેસ અથવા બાલ્કનીમાં રાખવામાં આવે છે. તેથી, પાંદડા અથવા કોઈપણ કચરો સરળતાથી પ્રવેશી શકે છે અને તેને ચોંટી શકે છે. જો આઉટડોર યુનિટની હવામાં અવરોધ આવતો હોય, તો તે ઝડપથી ગરમ થઈ શકે છે. તેથી, કચરાને પાઇપ અથવા સ્પ્રે પાણીથી ખૂબ જ હળવાશથી સાફ કરો.

વધુ જગ્યા હોવી જોઈએ- તમારે એ પણ જોવું પડશે કે તમે જ્યાં પણ આઉટડોર યુનિટ મૂક્યું છે ત્યાં તેની આસપાસ ઓછામાં ઓછી 2 ફૂટ ખાલી જગ્યા હોવી જોઈએ જેથી હવાનો પ્રવાહ ચાલુ રહી શકે.

એક્સ્ટેંશન રોડ- કોઈપણ પ્રકારના એર કંડિશનર માટે અલગ સર્કિટ હોવું ખૂબ જ જરૂરી છે. તેથી, ACને એક્સ્ટેંશન બોર્ડ અથવા વાયર સાથે કનેક્ટ કરીને ક્યારેય ન ચલાવવાની સલાહ આપવામાં આવે છે. આનાથી સર્કિટ પર ભાર પડી શકે છે, અને તે વધુ ગરમ થવાનું કારણ બની શકે છે અને શોર્ટ સર્કિટ અથવા આગ લાગવાનું કારણ બની શકે છે.

error: Content is protected !!