પ્રાંતિજ ના મજરા ગામ તરફ જતો રસ્તો બન્યો બિસ્માર
– જયા જુઓ ત્યાં રોડ ઉપર મસમોટા ખાડાઓ
– અનેક વાર રજૂઆતો બાદ પણ તંત્ર દ્રારા આંખ આડા કાન
– ખાડાખડીયા વાળા રોડ ને લઈ ને વાહન ચાલકો પરેશાન
– જવાબદાર તંત્ર દ્રારા રોડ નુ કામ ઝડપથી હાથધરવા માંગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા ગામ તરફ જતો માંગ અંતિ બિસ્માર હાલત મા હોય તાત્કાલિક ખાડાઓ પુરી નવીન રોડ બનાવવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે
પ્રાંતિજ ના મજરા તરફ જતો માર્ગ હાલ એકદમ બિસ્માર હાલત મા જોવા મળી રહ્યો છે અને જયા જુઓ ત્યા માંગ ઉપર ઠેરઠેર મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ ચોમાસા ની સિઝન હોય અને ખાડાઓ માં વરસાદી પાણી ભરાઈ જતા પાણી ભરાવાને લઈ ને વાહન ચાલકોને ખબર ના પડતા ધડાકા ભેર ખાડાઓમા વાહનો પટકાતા વાહનોની સાથે વાહન ચાલકોને હાડકા ભાગવાનો વાળો આવ્યો છે અને ખાડાખડીયા વાળા રોડ ને લઈ ને સ્થાનિકો તથા વાહન ચાલકો સહિત વાહન ચાલકો હાલતો તોબા તોબા પોકારી ઉઠયા છે ત્યારે જવાબદાર તંત્ર ગૌર નિંદ્રા માંથી જાગીને તાત્કાલિક ખાડાઓ પુરી નવીન રોડ બનાવી આપવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે હજે જોવુ એ રહ્યુ કે જવાબદાર તંત્ર હવે જાગશે કે પછી હજુએ વાહન ચાલકો તથા ગ્રામજનો ને રાહજોવી પડશે એતો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ પ્રાંતિજ