fbpx

આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે? રિલાયન્સની AGM પર નજર

Spread the love

આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે તે વાત નિષ્ણાતો પાસેથી જાણવા મળી છે. સોમવારથી શુક્રવાર સુધી બજારમાં તેજી રહેવાના સંકેત છે. સોમવારે જન્માષ્ટમીના દિવસે શેરબજાર ચાલુ રહેશે.

આગામી સપ્તાહમાં બજાર વધે તેવા 5 કારણો છે. એક કારણ એ છે કે 30 ઓગસ્ટે જૂન મહિનામાં પુરા થયેલા ત્રિમાસિક ગાળાના GDP ગ્રોથના આંકડા જાહેર થવાના છે જે પ્રોત્સાહક હોવાની ધારણા છે. અમેરિકાના ગ્રોથના આંકડા પણ સારા રહેવાની સંભાવના છે. ભારતમાં આ વખતે મોનસૂન ઘણું સારુ રહ્યું છે, કંપનીઓના નફા વધી રહ્યા છે અને 29 ઓગસ્ટે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં કોઇ મોટી જાહેરાત થવાની સંભાવના છે. આ બધા પ્રોત્સાહક કારણોને લીધે શેરબજારમાં તેજી રહેવાની સંભાવના છે. જો કે, રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરતી વખતે તેમના સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જોઇએ.

error: Content is protected !!