લોકો એવી યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે જેમાં રૂપિયા ડુબી જવાનું જોખમ ઓછું હોય અને વળતર પણ સારું હોય પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજના આવોજ એક વિકલ્પ છે, જેમાં જોખમ ઓછું અને વળતર વધુ મળી શકે છે. આ યોજનામાં 19 વર્ષથી 55 વર્ષની વયના લોકો વીમો ખરીદી શકે છે. યોજનામાં વીમાની રકમ 10,000 રૂપિયાથી માંડીને 10 લાખ રૂપિયા સુધીની છે.
પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં તમે વીમાનું પ્રીમીયમ માસિક, ત્રિમાસિક, 6 મહિના કે વાર્ષિક આધાર પર કરી શકો છો. આ યોજનામાં એવી સુવિધા છે કે જો તમારીથી પ્રીમિયમની રકમ ભરવામાં ચૂક થઇ જાય તો પ્રીમિયમ જમા કરાવીને પોલીસીને ફરી ચાલુ કરાવી શકો છો. પ્રીમિયમ ભરવામા માટે ગ્રાહકોને 30 દિવસની છુટ આપવામાં આવે છે.
ગ્રામ સુરક્ષા યોજના બોનસની સાથે રકમની ખાત્રી આપે છે જે કાં તો 80 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી અથના તેમના કાનૂની વારસદારોને મૃત્યુની સ્થિતિમાં ( જે વહેલું હોય ) તે મળે છે. ગ્રાહકો 3 વર્ષ પછી પોલીસી બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે, પરંતુ તેનાથી તેમને કોઇ ફાયદો થશે નહી.
એક ઉદાહરણથી સમજીએ કે 19 વર્ષની ઉમંરમાં 10 લાખ રૂપિયાની પોલીસી ખરીદો છો તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષની ઉંમરે માસિક પ્રીમિયમ 1411 રૂપિયા હશે. પોલીસી ખરીદનારને 55 વર્ષમાં 31.60 લાખ રૂપિયા, 58 વર્ષની ઉંમરમાં 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષની ઉંમરમાં 34.60 લાખ રૂપિયા મળશે. મતલબ રોજના 47 રૂપિયા જમા કરો તો 35 લાખ રૂપિયા મેળવી શકશો.
આ વીમા યોજનામાં પોલીસી ખરીદ્યાના 4 વર્ષ પછી ગ્રાહકોને લોન લેવાની સુવિધા પણ મળે છે. પોસ્ટ ઓફિસ ગ્રાહકોને બોનસ આપે છે. ગયા વર્ષે 1000 રૂપિયા પર 65 રૂપિયા બોનસ આપવમાં આવ્યું હતું.
આ પોલીસના કોઇ પણ અપડેટ માટે તમે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. અન્ય પ્રશ્નો માટે ગ્રાહકો માટે જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1800 180 5232/155232 અથવા પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ પર http://www.postallifeinsurance.gov.in જઇને તમારું સમાધાન મેળવી શકો છો.