fbpx

કોણ છે પોલીસને પડકાર આપીને વોટર કેનન સામે ખડે પગે ઉભા રહેનાર બલરામ બોસ?

Spread the love

કોલકાતાની આર.જી. કર હૉસ્પિટલમાં ટ્રેની ડૉક્ટરની રેપ અને હત્યાની ઘટના વિરુદ્ધ વિદ્યાર્થીઓએ 27 ઑગસ્ટે નબન્ના આંદોલન માર્ચનું આહ્વાન કર્યું હતું. માર્ચ અગાઉ પોલીસે શહેરને કિલ્લામાં બદલી દીધું હતું. મંગળવારે સેકડો વિદ્યાર્થીઓએ નબન્ના અભિયાન શરૂ કર્યું હતું. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા છોડ્યા. જો કે, આ ભીડના વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

વિદ્યાર્થીઓની માર્ચ દરમિયાન હાવડા પુલ પર પોલીસના વોટર કેનનની ધાર વચ્ચે ભગવા રંગના કપડાં પહેરીના, હાથમાં તિરંગો લઈને સાધુ ખાડે પગે ઊભા હતા. તેઓ પોલીસના વારને પડકાર આપતા હતા, પોલીસની વોટર કેનનની ધાર પણ તેમને હલાવી ન શકી. તેઓ જોત જોતમાં ભારતના મેન સ્ટ્રીમ મીડિયામાં છવાઈ ગયા. તેમનું નામ છે બલરામ બોસ. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓની માર્ચમાં કેમ ગયા હતા. સમાચાર એજન્સી ANIને તેમને પ્રોટેસ્ટને લઈને વાત કરી છે.

બલરામે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ પ્રોટેસ્ટનો કોલ આપ્યો હતો. બધી જગ્યાએ કહેવામાં આવી રહ્યું હતું કે દરેક ઘરથી એક વ્યક્તિએ જવું જોઈએ. તો મારા ઘરમાં પણ મારી દીકરી છે, મારા પરિવારમાં મારી બહેન અને દીદી અને ભાભી છે. આપણે લોકોએ તેમની સુરક્ષા બાબતે ચિંતા કરવી જોઈએ. આપણાં સમાજમાં સારી રીતે નારીઓનું સન્માન થાય, જો નારીને સન્માન નથી મળતું તો એ જગ્યા પર દેવતા પણ નિવાસ કરતા નથી. આંદોલનમાં ભાગ લેતી વખત મને વિશ્વાસ હતો કે અમારે પોતાનું કામ કરવું પડશે.

બોસે વધુમાં જણાવ્યું કે, જો હું ત્યાં મરી પણ જતો તો પણ ત્યાંથી ન હટતો. હું તમને (પોલીસને) ગુલામી મુક્ત થવાનો ઈશારો કરી રહ્યો હતો, જેનું અનુકરણ પોલીસકર્મી કરી રહ્યા હતા. તેઓ એક નિરંકુશ શાસનના ઇશારા પર કામ કરી રહ્યા હતા. હું પોતાના હાથમાં બંગડી દેખાડતા કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેઓ હાથકડીનો સાથ છોડે અને અમારી સાથે માર્ચમાં સામેલ થાય. આ મુદ્દાને પોલિટિકલ ન બનાવવામાં આવે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આવો બેસો, અને સમાધાન કાઢો. નહીં તો બીજી માર્ચ ફરીથી નીકળશે. જો સમાધાન ન કાઢી શકો તો એટલી તાકતથી પાણીનો મારો ચલાવો કે અમે બધા વહી જઈએ.

તો તેમણે પોતાના સનાતની હોવા બાબતે પણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, હું એક સનાતની છું. ભગવાન શિવનો ભક્ત છું. હું કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી અને ન તો ઈચ્છું છું કે કોઈ રાજનીતિક પાર્ટી આ આંદોલનને પ્રભાવિત કરે કે તેનું ધ્યાન ભટકાવે. અમે ન્યાય ઈચ્છીએ છીએ. બોસે કહ્યું કે, વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, દરેક ઘરથી એક વ્યક્તિ આંદોલનમાં સામેલ થાય એટલે અમે ત્યાં ગયા હતા.  

error: Content is protected !!