સેબીના ચેરમેન માધવી પુરી બુચ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે આરોપ લગાવેલા કે માધવી પુરી અને તેમના પતિનું ગૌતમ અદાણીને સેલ કંપનીઓમાં રોકાણ છે. આ પછી કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, માધવી સેબીના ચેરમેન બન્યા તે પહેલા સેબીના પૂર્ણકાલીન સભ્ય હોવા છતા તેમણે 2017થી 2021 સુધી 3 જગ્યાએથી પૈસા મેળવ્યા છે.
સેબીની નોકરી છતા ICICI બેંકમાંથી 12.63 કરોડ રૂપિયા પગાર મેળવ્યો, ICICI પ્રુડેન્શીયલ પાસેથી 22.41 લાખ મેળવ્યા અને ICICI બેંકના એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સમાંથી 2.84 કરોડ રૂપિયા મેળવ્યા છે. એમાં પણ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સમાં TDS રકમ પણ બેંકે ભરી છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે, માધવીએ ICICI બેંકને લાભ પણ કરાવ્યો છે.