fbpx

પ્રાંતિજ નેશનલ હાઈવે ઉપર સ્મશાન તરફ જવાનો રસ્તો ખોલવા સાંસદ ની રજુઆત

Spread the love

સાંસદ હોયતો આવા હોવા જોઈએ

પ્રાંતિજ નેશનલ હાઈવે ઉપર સ્મશાન તરફ જવાનો રસ્તો ખોલવા સાંસદ ની રજુઆત
– નગરજનોને પડતી મુશ્કેલીઓને લઈને જિલ્લા કલેક્ટર ને લેખિતમા રજુઆત કરી
– પ્રજાને પડતી મુશ્કેલીઓને લઈ ને રસ્તો ખુલ્લો કરવા રજુઆત કરી
– અંડર બ્રીજ નુ કામ ચાલુ થવાનુ હોય પૂર્ણ ના થાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો રાખવા રજુઆત
– ૩.૪૭ કરોડ ના ખર્ચે અંડર બ્રીજ બનશે
– ઓક્ટોબર ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૫ સુધી તૈયાર થઈ જશે
                     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ વર્ષોજુનો રસ્તો છેલ્લા બે દિવસ થી બંધ કરવામા આવતા નગરજનોને મુશ્કેલીઓ પડવાને લઈ ને સાબરકાંઠા- અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા જિલ્લા કલેક્ટર ને લેખિત મા રજુઆત કરી


   પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર સીકસ લાઇન રોડ ને લઈ ને રોડ સેફ્ટી વિભાગ ની મીટીંગ કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને આર.ટી.ઓ અને પોલીસ ડીપાર્ટમેન્ટ સાથેની બેઠક મા રિપોર્ટ થતા એકસિડેન્ટ ઝોન હોય રોડ બંધ કરવામા આવ્યો હતો જેને લઈ ને છેલ્લા બે દિવસ થી સિવિલ , માર્કડેશ્વર મહાદેવ મંદિર , દશામા મંદિર , સરકારી આઇટીઆઇ અને સ્મશાન તરફ જતો રસ્તો બંધ કરતા નગરજનોને સિવિલ ના દર્દીઓ , મંદિર તરફ જતા લોકો તથા સરકારી આઇટીઆઇ મા જતા વિધાર્થીઓ તથા સ્મશાને આવતા ડાધુઓ સહિત તે વિસ્તાર ના રહીશો ને હાલતો રસ્તો બંધ કરવામા આવતા મુશ્કેલીઓ પડી રહી છે

અને જેને લઈ ને લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના ધ્યાને આવતા લોકોને પડી રહેલ મુશ્કેલીઓને લઈ ને સાંસદ દ્રારા જિલ્લા કલેક્ટર ને પોતાના લેટર પેડ ઉપર લેખિત મા રજુઆત કરવામા આવી હતી અને જયા સુધી અંડર બ્રીજ નુ કામ ચાલુ ના થાય અને કામ પુરૂ ના થાય ત્યા સુધી રસ્તો ખુલ્લો રાખવા જિલ્લા કલેક્ટર ને રજુઆત કરી હતી ત્યારે લોકોની મુશ્કેલીઓ જોઇ ને તાત્કાલિક સાંસદ દ્રારા જિલ્લા કલેક્ટર ને લેખિત મા રજુઆત કરવામા આવી હતી ત્યારે સાંસદ હોય તો શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જેવા તેમ કહીએ તો નવાઇ નહી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!