દેશભરમાં લોકો શિક્ષક દિવસ મનાવી રહ્યા છે. ત્યારે અમે એ જાણવાની કોશિશ કરી કે દેશના અન્ય પ્રોફેશનની સામે શિક્ષકોને કેટલો પગાર મળે છે, તો જાણવા મળ્યુ કે શિક્ષકોનો પગાર બીજા બધા કરતા ઓછો છે.જે શિક્ષકો દેશના બાળકોનું ઘડતર અને ભવિષ્ય નિર્માણમાં મોટો ફાળો આપે છે તેમને પુરતુ વળતર મળતું નથી.
દેશમાં દર મહિને સર્જનનને 1.84 લાખ રૂપિયા, પ્રોગામ મેનેજરને 1.50 લાખ રૂપિયા, હેલ્થકેર કન્સલટન્ટને 1.33 લાખ રૂપિયા, એચ આર મેનેજરને 67,000 રૂપિયા, નર્સને 20,000 રૂપિયા અને આ બધા વચ્ચે શિક્ષકોને મહિને એવરેજ 20,000 રૂપિયાનો જ પગાર મળી રહ્યો છે.
જો કે, જે શિક્ષકો સરકારી શાળામાં ભણાવે છે તેમને ઘણો સારો પગાર મળતો હોય છે અને હવે શિક્ષણ પણ એક પ્રોફેશન બની ગયું છે ત્યારે ઘણા શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવીને પણ લાખો કરોડો રૂપિયા કમાણી કરે છે. પણ તેની સામે ખૃાનગી શાળાઓમાં શિક્ષકોને ઘણો ઓછો પગાર મળે છે.