પ્રાંતિજ ના સોનાસણ ગામમા પાણી ભરતા તૈયાર થયેલ મગફળી નો પાક ફેલ
– હવામાન વિભાગની આગાહી વચ્ચે પ્રાંતિજ-તલોદ વરસાદ
– ખેતરો મા પાણી ભરાતા પાક અદ્શ્ય પાક નો પાણીમા ગરકાવ થયો
– ખેડૂતોના હાથમા આવેલ કોળીયો છીનવાયો
– જયા જુઓ ત્યા પાણી-પાણી ખેતરો બેટ મા ફેરવાઈ ગયા
સાબરકાંઠા જીલ્લા માં બે દિવસથી હવામાન વિભાગ ની આગાહી વચ્ચે ધોધ માર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે હાલ તો ખેડુતો ના હાથમાં આવેલ કોડીયો પણ છીનવાયો છે
હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠા જીલ્લા માં ધોધમાર વરસાદ તમામ તાલુકાઓ માં વરસ્યો હતો અને જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા તો સૌથી વધુ પાણી ખેડુતો ના ખેતરોમાં ભરાતા ખેડુતો ની હાલત કફોડી બની હતી તલોદ પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ને લઈ ખેતરો બેટ માં ફેરવાયા હતા તો પ્રાંતિજ ના સોનાસણ ગામે સો વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાવાને લઈને પાકનો સોથ વળી ગયો હતો અને આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસ નુ વાવેતર કરવામાં આવ્યુ છે અને એમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળ્યુ છે કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટ માં ફેરવાતા ખેડુતો ના હાથ માં આવેલ કોડીયો છીનવાયો છે આમ તો એક વીઘા મગફળી પાછળ ૨૫ થી ૩૦ હજાર ખર્ચ થાય છે પરંતુ હવે તો ખર્ચ પણ નિકળી શકે તેમ નથી ત્યારે તો તંત્ર દ્રારા પાણી નિકાલની કોઈ કામગીરી કરાય તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે તો શુકવાર ની સવાર સુધી મા પ્રાંતિજ મા ૧૦૧ એમએમ એટલે કે ચાર ઇંચ અને તલોદ મા ૧૨૭ એટલે કે પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો પ્રાંતિજ મા મોસમ નો કુલ વરસાદ ૧૧૬૨ એમએમ એટલે કે ૪૬ ઇંચ વરસાદ અને તલોદ મા ૧૧૦૯ એમએમ એટલે કે ૪૪ ઇંચ વરસાદ પડયો છે
જીલ રાવલ પ્રાંતિજ