પ્રાંતિજ સહિત તાલુકા માં પાંચ દિવસ ના ગણપતિ નું હર્ષોલ્લાસ પૂર્વક ઠેર-ઠેર વિસર્જન કરાયું .
– હરખાતા હૈયે દુંદાળા દેવ ને વાજતેગાજતે વિદાય અપાઇ .
– અગલે બરસતુ જલ્લી આના .
– વિધ્ન હર્તા ની પાંચ માં દિવસે વિદાય વરધોડા નિકળ્યા .
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં દુંદાળા દેવ ભગવાન ગણપતિ ની મૂર્તિ નું વિસર્જન વાજતેગાજતે કરવામાં આવ્યું હતું..
પ્રાંતિજ ના એપ્રોચરોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીમાં સોસાયટી ના રહીશો દ્વારા ગણપતિ મહોત્સવ યોજવામાં હતો જેમાં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ભગવાન વિધ્ન હર્તા ની મૂર્તિ નું સોસાયટી માં પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી તો સોસાયટી ના સભ્યો તથા ગણેશ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશ ની સવાર- સાંજ આરતી ઉતારી પૂંજા અર્ચના કરવામાં આવી હતી અને પાંચ માં દિવસે વાજતેગાજતે દાદા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું તો ઠેરઠેર પાંચ દિવસ ની સ્થાપના બાદ દેવોના દેવ મહાદેવ ના પુત્ર ગણેશ ની પાંચ માં દિવસે વાજતેગાજતે વિસર્જન વરધોડા નિકળ્યા હતાં અને શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોખ ખાતે ભગવાન ગજાનંદ દાદા ની મૂર્તિ ઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું અને પ્રાંતિજ સહિત તાલુકા માં ઠેરઠેર પાંચ દિવસ ના ગણપતિ ની મૂર્તિ ઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું .
જીલ રાવલ પ્રાંતિજ