પ્રાંતિજ ખાતે ભોઇ સમાજ ની મહિલાઓ દ્વારા જલયાત્રા કાઢવામાં આવી
– વરસોથી ચાલી આવતી પ્રથા બાધા આજે યંત્ર યુગ માં પણ યથાવત
– સંતાન પ્રાપ્તિ અને કુટુંબ ના કલ્યાણ અર્થે માતાજી ની બાધા રખાય છે
– મોટા માઢેથી ગાગર બેલડી જલયાત્રા કાઢવામા આવી હતી
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે શિગોડા ભોઇ સમાજની મહિલાઓ દ્વારા મટકી યાત્રા (જલયાત્રા) કાઢવામાં આવી હતી જેમાં ભોઇ સમાજ ની મહિલાઓ દ્વારા માથે મટકી મુકીને યાત્રા માં જોડાઇ હતી
પ્રાંતિજ ખાતે રહેતાં શ્રીમાળી શિગોડા ભોઇ સમાજ ની મહિલાઓ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાદરવાસુદ નોમ ના પ્રવિત્ર દિવસે મોટામાઢ ખાતે રહેતા અને પ્રાંતિજ નગર પાલિકા ના પૂર્વ મહિલા કોર્પોરેટર રીટાબેન દિલીપભાઈ ભોઇ ના ધરે થી દર વર્ષ ની જેમ આરતી બાદ ગાગર બેલડી જલયાત્રા કાઢવામાં આવી હતી જયારે સંતાન પ્રાપ્તિ અને કુટુંબના કલ્યાણ અર્થે તેવો માતાજીની બાધા રાખેછે અને શિગોડા ભોઇ સમાજ પાણી સાથે સંકળાયેલો છે જેથી જળ દેવતાની તેઓ શ્રધ્ધા પૂર્વક પૂજા અર્ચના કરેછે અને માતાજીની બાધા પણ રાખતાં હોય છે ત્યારે આ પવિત્ર દિવસે સમાજની મહિલાઓ મહાકાલી પાસે આવેલ મંદિરે એકઠાં થઇને આ દિવસે સમુહ માં માનેલ બાધા પૂર્ણ થતાં અને જલ દેવ ની પુંજા માટે માથે બેડામૂકી ઢોલ નંગારા સાથે પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થઇ જલયાત્રા નેશનલ હાઈવે આઠ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે જઈ ને જલયાત્રા સમાપન કરવામાં આવેછે
જીલ રાવલ પ્રાંતિજ