fbpx

કલોલ નગર પાલિકામાં બબાલ, ભાજપના 12 સભ્યોના રાજીનામા

Spread the love

ગાંધીનગર કલોલ નગર પાલિકામાં સ્ટેન્ડીંગ કમિટી સહિત ભાજપના 12 સભ્યોએ રાજીનામા ધરી દેતા રાજકારણમાં ભડકો થયો છે. આ વાત ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુધી પહોંચી છે અને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ હાથ ધરવાં આવી રહ્યા છે. જો આ રાજીનામા મંજૂર થશે તો ભાજપ કલોલ નગર પાલિકામાં સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે.

કલોલ નગર પાલિકામાં કુલ 44 સભ્યો છે અને તેમાંથી ભાજપના 33 અને 11 કોંગ્રેસના છે. હજુ 6 નગર સેવકો રાજીનામા આપે તેવી વકી છે.

રાજીનામા આપવા પાછળનું કારણ એ છે કે, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે વિકાસના કામો મંજૂર થયા હતા તેના માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રિ ટેન્ડરીંગ કરવાની વાત કરી હતી એ પછી ભારે બબાલ થઇ હતી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને એક મહિલા કોર્પોરેટરના પતિને લાફા મારવામાં આવ્યા હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!