હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. આ રાજકીય અખાડામાં જીત માટે તમામ દાવ-પેંચ લગાવવામાં આવી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 સપ્ટેમ્બરે કુરુક્ષેત્રથી ભાજપ માટે ચૂંટણી પ્રચાર અભિયાનનો શંખનાદ કરી દીધો છે. આ શંખનાદ એટલે પણ જરૂરી હતો કેમ કે હરિયાણામાં ભાજપના ઉમેદવારોની લિસ્ટ જાહેર થવા સાથે જ બળવા અને રાજીનામાં સામે આવ્યા છે. સવાલ એ છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે જીત કેમ જરૂરી છે.
પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ડર છે કે હરિયાણામાં હારના દૂરગામી પરિણામ હશે. લોકસભાના પરિણામોની તુરંત બાદ વિપક્ષની તાકતમાં વધારો થવાનો અર્થ સંસાધનો અને ખેડૂત સમુદાય માટે સંદેશ બંનેના હિસાબે એક મહત્ત્વપૂર્ણ રાજ્યને નુકસાન થશે. એવામાં એ વાત પર ફોકસ કરવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં કોઈક પ્રકારે ચૂંટણી જીતી લેવામાં આવે.
ભાજપ માટે જીત કેમ જરૂરી?
રિપોર્ટ મુજબ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ માન્યું કે દાવ ઊંચા છે. તેમણે જણાવ્યું કે, હરિયાણા નિયંત્રણમાં હોવાથી ભાજપ ખેડૂત વિરોધી પ્રદર્શનોથી કેટલીક હદ સુધી બચી શકે છે. હરિયાણામાં હારનો મતલબ પંજાબ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી બાદ વિપક્ષ પાસે જનારું વધુ એક રાજ્ય હશે. જ્યાં વિરોધ પ્રદર્શનોને સૌથી વધુ સમર્થન મળ્યું છે. હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને વધુ એક એવા જ રાજ્યમાં ઝટકો લાગ્યો છે.
ભાજપને કેમ ચિંતા?
વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પંજાબ અને હરિયાણાના પ્રદર્શનકારીઓને રાજધાની દિલ્હીમાં મેટ્રોમાં એન્ટ્રી કરવા અગાઉ બોર્ડર પર રોકવામાં આવ્યા હતા. ખેડૂત આંદોલન ચરમ પર, હરિયાણામાં ભાજપની સરકાર હોવાના કારણે તેને રાષ્ટ્રીય વિરોધ બનતા રોકી શકાતું હતું, પરંતુ એમ ન થયું. હરિયાણા ગુમાવવાનું પરિણામ એ હશે કે વિપક્ષ દ્વારા એકત્ર કરવામાં આવેલા આ પ્રકારના વિરોધ અને આંદોલન કોઈ પણ રોકટોક વિના દિલ્હી પહોંચી શકે છે.
હાર્યા તો શું થશે?
હરિયાણા હાથમાંથી નીકળવાનું વધુ એક પહેલું ગુરુગ્રામ છે, જે ઉત્તર પ્રદેશના નોઇડા સાથે સાથે ઉત્તર ભારતમાં રોકાણ અને રિયલ એસ્ટેટ માટે સૌથી તેજીથી વિકક્ષિત થતું ક્ષેત્ર છે. એવા અન્ય 2 કેન્દ્ર, હૈદરાબાદ અને બેંગ્લોર પહેલાથી જ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે. નેતાએ કહ્યું કે, જો ગુરુગ્રામ પણ વિપક્ષ પાસે જતું રહે છે તો તેનો અર્થ એ હશે કે લગભગ બધા તેજીથી વધતા મહાનગર વિપક્ષ પાસે હશે. ભાજપને નુકસાન પહોંચવાથી કોંગ્રેસને મળનારા ફંડમાં ભારે વૃદ્ધિ થશે. કેમ કે વિપક્ષી પાર્ટી સંસાધનની ભારે કમીથી ઝઝૂમી રહી છે, તે એક એક કરીને રાજ્યો અને કેન્દ્રમાં સતત ગુમાવી ચૂકી છે.