ભારત માટે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે, જે અમેરિકન ઓટોમોબાઇલ જાયન્ટ 3 વર્ષ પહેલાં ભારત ધંધો બંધ કરીને ચાલી ગઇ હતી એ જ કંપનીએ હવે ભારત પાછા ફરવાની જાહેરાત કરી છે.
અમેરિકાની ઓટમોબાઇલ જાયન્ટ કંપની ફોર્ડ 2021માં ભારતમાં પ્લાન્ટ બંધ કરીને અમેરિકા ચાલી ગઇ હતી. હવે કંપનીએ જાહેરાત કરી છે કે અમારો તમિલનાડુમાં જ્યા મેન્યુફેકચરીંગ પ્લાન્ટ હતો ત્યાં જ ફરી પ્રોડકશન શરૂ કરવા જઇ રહ્યા છે. આ બાબતે તમિલનાડુ સરકારને જાણ પણ કરી દેવામાં આવી છે.
2021માં ફોર્ડ કંપનીએ ભારત એટલા માટે છોડ્યું હતું કારણ કે, કંપની 2 બિલિયન ડોલરની લોસ ગઇ હતી અને ભારતમાં કંપનીનો માર્કેટ શેર પણ ઘટી ગયો હતો. કંપની ભારતમાં ફરી કાર બનાવશે.