ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાન પાસે છે, આ ટૂર્નામેન્ટ માટે PCBની તૈયારી જોરો પર ચાલી રહી છે. ICCએ પણ આ ટૂર્નામેન્ટની તૈયારીઓ માટે 500 કરોડ રૂપિયાનું મોટું બજેટ નક્કી કર્યું છે. જો કે, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તેના પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. જો ભારતીય ટીમ પાકિસ્તન જતી નથી તો આ ટૂર્નામેન્ટ હાઇબ્રીડ મોડલના આધાર પર રમાશે. ભારત પોતાની મેચ શ્રીલંકા કે UAEમાં રમશે, તો પાકિસ્તાન પોતાની મેચ પોતાના ઘરેલુ મેદાન પર રમશે.
જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તેને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ચાન્સિસ ઓછા છે. ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહી, તેનો નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના હાથમાં નથી. રાજ શમનીના પૉડકાસ્ટ પર આકાશ ચોપરાએ કહ્યું કે, સાચું કહું તો ચાન્સીસ તો ખૂબ ઓછા છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી થઈ શકે છે કેમ કે હવે ત્યાં ક્રિકેટ પાછી આવી ગઈ છે. એશિયા કપ પણ થયો. હાઇબ્રીડ મોડલ ચાલે છે, આપણે શ્રીલંકામાં રમી રહ્યા હતા, પાકિસ્તાન પોતાને ત્યાં મેચ રમી રહ્યું હતું, ભારતને છોડીને.
ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ટીમ ત્યાં જઇ રહી છે, પરંતુ આપણે નહીં જઈએ. મને શંકા છે કે આપણે જવાના છીએ. હું કોઈ અંદરની જાણકારી આપી રહ્યો નથી કેમ કે એવી જાણકારી છે જ નહીં. હા/નાનો નિર્ણય સરકાર તરફથી આવશે, પોલિસી છે કે આપણે એ કરીશું કે નહીં કરીએ. એ BCCIના હાથમાં પણ નથી. એ પણ ડિસાઇડ કરી શકતું નથી. અંગત રૂપે કહું તો મને સરકાર તરફથી હાનો જવાબ આપવવાના ચાન્સ એટલા લગતા નથી, કેમ કે દર મહિને 2 મહિને કાશ્મીરથી એક સમાચાર આવે છે, જેનાથી તમને લાગે છે કે એ ખોટું થઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, જો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન પહોંચે છે તો ફાઇનલ મેચ ક્યાં રમાશે એ પણ મોટો સવાલ છે. મેજબાન હોવાના સંબંધે પાકિસ્તાન પોતાના ઘર પર રમવા માગશે. તો ભારત પાકિસ્તાન જશે નહીં. પૂર્વ ઓપનર બેટ્સમેને કહ્યું કે, આપણે પોતાની મેચ બહાર રમીશું, દુબઈમાં રમીશું. ટાઈમિંગ ઉપર છે. ભારત દુબઈ કે શ્રીલંકા ક્યાંય પણ રમી શકે છે. મારા હિસાબે ભારત ત્યાં નહીં જાય. ફાઇનલ ક્યાં થશે એ પહેલાથી જ નક્કી હશે. જો પાકિસ્તાન પહોંચે છે તો હોસ્ટ હોવાના સંબંધે તે ઇચ્છશે કે ફાઇનલમાં પાકિસ્તાન હોય, પરંતુ જો પાકિસ્તાન અને ભારત બંને પહોંચી જાય છે તો ભારત તો નહીં જાય.
તેમણે આગળ કહ્યું કે, ભારતની ઉપસ્થિતિ અર્થવ્યવસ્થા પર અસર નાખી શકે છે, લોકો બોલી દે છે કે તમે ન આવો. ભારત નહીં આવે તો તમે ટૂર્નામેન્ટમાં શું કરશો. પૈસા ક્યાંથી આવશે.. પરંતુ હું બ્રોડકસ્ટર હોઈશ તો કોન્ટ્રાક્ટની અંદર લખેલું હોવું જોઈએ કે ભારત રમશે, ભારત પોતાની ટીમ મોકલાશે. આ મેચ થશે, આટલા વાગ્યે થશે. નહીં તો હું પૈસા નહીં લગાવું. હું પોતાની મેજર ઓડિયન્સને જોઈ રહ્યો નથી તો હું ઓસ્ટ્રેલિયા માટે તો નથી કરવાનો ટૂર્નામેન્ટ. હું ટાઇટ્સ નહીં ખરીદુ.