fbpx

ગુજરાત સરકાર વેપારી થઇ ગઇ, અંબાજી મંદિર માટે બસનું ભાડું વધારી દીધું

Spread the love

બનાસકાંઠામાં આવેલા અંબાજી ધામમાં 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો છે અને 18 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. મા શક્તિના ધામમાં લાખો શ્રદ્ધાળુઓ આ ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરવા માટે આવે છે. આવા સમયે એસ ટી વિભાગે બસનું ભાડું વધારી દેતા ભારે ઉહાપોહ મચી ગયો છે.

અંબાજી ગામથી ગબ્બર પર્વત સુધીનું જે રૂટીન ભાડું 13 રૂપિયા હતું તે ભાદરવી પૂનમના મેળા સુધી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મતલબ કે સીધું 25 ટકા ભાડું વધારી દેવાતા લોકો ગુસ્સે ભરાયા છે. ભાદરવી પૂનમના મેળા માટે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી અંબાજી ધામ આવવા માટે લગબઘ 5500 વધારાની બસ મુકવામાં આવી છે.

અંબાજી મંદિરમાં લગબગ 30 લાખ લોકો દર્શન કરવા માટે આવે છે. શ્રદ્ધાળુઓને રાહત આપવાને બદલે ગુજરાત સરકાર તો વેપારી બની ગઇ છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!