fbpx

આતિશીને પૂછાયું શું તમે CM બનશો? આપ્યો આવો જવાબ

Spread the love

જેલમાંથી છૂટ્યા બાદ આજે CM અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા 2 દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. હવે સવાલ એ છે કે, દિલ્હીના CMની ખુરશી પર કોણ બેસશે. આ અંગે જ્યારે દિલ્હી સરકારના મંત્રી આતિશીને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે, નવા મુખ્યમંત્રી અંગે પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું કે જે અમારા ટીકાકારો છે, જેઓ અન્ય પક્ષોના છે. તે અમારી પાર્ટીને તૂટેલી તરીકે દર્શાવવા માગે છે. જો કોઈ પાર્ટીએ દેશને વિશ્વાસ બતાવ્યો છે તો AAPએ બતાવ્યો છે. જ્યારે આતિશીને પૂછવામાં આવ્યું કે શું તેઓ દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. આના પર આતિશીએ કહ્યું કે તમે એક એવી પાર્ટીના નેતા સાથે વાત કરી રહ્યા છો જેણે ઈમાનદારીનું નવું ઉદાહરણ રજૂ કર્યું છે. કયા નેતામાં હિંમત છે કે તે જનતાની વચ્ચે જઈને કહે કે હું પ્રામાણિક હોઉં તો મને મત આપો? ‘આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીના લોકો માટે કામ કરતી રહેશે’

આતિશીએ કહ્યું કે એ મહત્ત્વનું નથી કે દિલ્હીના CM કોણ હશે. મહત્ત્વનું છે કે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે તો પણ સામાન્ય માણસની સરકાર એક સપ્તાહ કે એક મહિનો ચાલશે, પરંતુ તે દિલ્હીના લોકો માટે કામ કરતી રહેશે. આગામી CM કોણ હશે તે ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થશે. પરંતુ દિલ્હીના લોકોને AAPની સરકાર જ જોઈએ છે.

તેમણે કહ્યું કે અમારી પાર્ટીને તોડવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. અમારા નેતાઓ વચ્ચેનો વિશ્વાસ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પણ અમારી આમ આદમી પાર્ટી મજબૂતીથી ઉભરીને આવી. દિલ્હીના લોકોને આ એકતા અને ઈમાનદારી પર વિશ્વાસ છે.

આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકપ્રિય CM છે. દિલ્હીના લોકોએ જોયું છે કે તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું છે.પરિવારમાં કોઈની સારવાર કરાવવા માટે તેમને તેમના ઘરેણાં ગીરવી રાખવાની જરૂર નથી. દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલમાં વિશ્વાસ છે. આજે દિલ્હીના લોકો જે પણ જીવન જીવી રહ્યા છે, તે તેમના પુત્ર દ્વારા આપવામાં આવ્યું છે. કેજરીવાલની ધરપકડને ભાજપનું ષડયંત્ર ગણાવતા આતિશીએ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ઓપરેશન લોટસ ચલાવીને સમગ્ર દેશમાં જ્યાં પણ વિપક્ષની સરકારો હતી તેને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીને તોડવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમારા નેતા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે તેમને લપડાક મારી છે. કોર્ટે અમારા નેતા અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. જો અરવિંદ કેજરીવાલ ઈમાનદાર ન હતા તો તેમને જામીન કેમ આપવામાં આવ્યા.

તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને ફસાવવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. વિપક્ષી નેતાઓ સામેના કેસમાં ED અને CBI તપાસમાં સામેલ થાય તે કેવી રીતે બને? જ્યાં NDA સરકાર છે ત્યાં ED અને CBI કોઈ કેસમાં નથી જતી. ભાજપ CBI અને EDનો ઉપયોગ માત્ર વિપક્ષની સરકારને તોડવા માટે કરે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!