પ્રાંતિજ માં ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
– મુસ્લિમ વિસ્તારો મસ્જીદો રોશની થી શણગારવામાં આવ્યાં હતાં
– ઈદે મિલાદ પર્વ નિમિત્તે પ્રાંતિજ ના વિસ્તારો માંથી શાંતિ- શિસ્તરીતે ઝુલુસ નિકળ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતાં મુસ્લીમ બિરાદરો દ્રારા ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મંહમ્બદ પયગમ્બર સાહેબ ના જન્મ દિનની ઈદે મિલાદ પર્વ નિમિત્તે મસ્જીદો તથા મુસ્લિમ વિસ્તારોમાં રોશની થી શણગારવામાં આવ્યાં હતાં અને મુસ્લિમ બિરાદરો અને ઝુલુસ કમીટી દ્વારા પ્રાંતિજ ના મુસ્લિમ વિસ્તારો સહિત બજાર માં જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં અલ્લાહને દુઆઓ કરી પૂર્ણા હૂતિ કરવામાં આવી હતી
પ્રાંતિજમાં ઈદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બે દિવસ પહેલાં થી જ મુસ્લિમ વિસ્તારોમાં તથા મસ્જીદો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હતી અને ઠેર-ઠેર પાણી ની પરબ તથા દુધ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તો બજારચોક માં કરવામાં આવેલ રોશની જોવાં હિન્દુ- મુસ્લીમ ધર્મ ના લોકો રાત્રીના સમયે ઉમટી પડ્યા હતાં તો ઈદે મિલાદ પર્વ નિમિત્તે બારકોડ , પઠાવાડા વગેરે વિસ્તારો માંથી મુસ્લિમ બિરાદરો તથા ઝુલુસ કમીટી દ્વારા પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં એક્તા શાંન્તી અને ભાઇચારો બની રહે તે માટે મુસ્લીમ બિરાદરો દ્રારા અલ્લાહ ને દુઆઓ કરવામાં આવી હતી અને શાંતિ- શિસ્ત રીતે પ્રાંતિજ ના વિવિધ માર્ગો ઉપર થી શાન્તી પૂર્વક જુલુસ પ્રસાર થયું હતું જયારે જુલુસ ના માર્ગો ઉપર ધર્મપ્રેમી લોકો દ્વારા દુધ કોલ્ડીંગ , આઇસ્ક્રીમ , ઠંડા પીણા સહિત ની વ્યવસ્થા કરવામાં આવી હતી તો પ્રાંતિજ પીઆઇ આર.આર.દેસાઇ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બદોબદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
જીલ રાવલ પ્રાંતિજ