fbpx

હરિયાણામાં કોંગ્રેસના વચનો,વૃદ્ધોને 6 હજાર,મહિલાઓને 3 હજાર, 500મા સિલિન્ડર અને..

Spread the love

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીનું ઘોષણપત્ર 17 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના પદાધિકારીઓ મુજબ, 17 સપ્ટેમ્બરે જાહેર થનારી હરિયાણા કોંગ્રેસના ઘોષણપત્રમાં ઘણા વાયદા કરી શકાય છે. તેમાં કર્ણાટક અને હિમાચલ પ્રદેશની જેમ સામાન્ય જનતા માટે કોંગ્રેસ રાજ્યનો ખજાનો ખોલવાની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસના પદાધિકારી મુજબ ઘોષણપત્રમાં ઘણી મોટી જાહેરાત સામેલ હોય શકે છે, જેમાં દર મહિને 6000 રૂપિયા વૃદ્ધાવસ્થા પેન્શન આપવાની જાહેરાત કરી શકાય છે. તેની સાથે જ મહિલાઓના ખાતામાં 3000 રૂપિયા દર મહિને મોકલવાની જાહેરાત થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાજ્યમાં 500 રૂપિયાનો રાંધણ ગેસ આપવાની જાહેરાત પણ પાર્ટી કરી શકે છે. તેની સાથે જ 2 લાખ ખાલી સરકારી પદો પર ભરતી કરાવવાનો વાયદો કરી શકાય છે. ખેડૂતો માટે કોંગ્રેસ MSP કાયદાની ગેરંટી આપવાનો વાયદો કરી શકે છે. તેની સાથે જ કોંગ્રેસ જાતિગત વસ્તી ગણતરી કરાવવા સાથે જ પછાતોનું અનામત વધારવાનો પણ વાયદો કરવાની તૈયારીમાં છે. એક તરફ જ્યાં કોંગ્રેસને આ વખત પોતાની ચૂંટણી જીતનો ભરોસો છે તો ભાજપમાં અસંતોષ ચરમ પર દેખાઈ રહ્યો છે.

ભાજપાના વરિષ્ઠ નેતા અનિલ વીજે કહ્યું કે, હરિયાણામાં 5 ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણી બાદ જો પાર્ટી સત્તામાં ફરે છે તો તેઓ મુખ્યમંત્રી પદ માટે દાવાઓ રજૂ કરશે. તો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાજ્યના પૂર્વ મંત્રી રામબિલાસ શર્માના સતનાલી સ્થિત નિવાસસ્થાન પહોંચીને તેમનો આશીર્વાદ લીધો. તેમણે કહ્યું કે, શર્માજીના આશીર્વાદથી જ હરિયાણામાં ત્રીજી વખત કમળ ખિલશે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની મહેન્દ્રગઢ જિલ્લાના પ્રવાસ પર હેલિકોપ્ટરથી નારનોલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના નારાજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જો કે, હાલમાં તેમનામાંથી કોઈ નેતાની વાપસીની વાત સામે આવી નથી.

ત્યારબાદ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના વટવૃક્ષ કહેવાતા કદાવર નેતા રામબિલાસ શર્માના સતનાલી સ્થિત નિવાસ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ અંદર રૂમમાં બંધ રૂમમાં મુખ્યમંત્રીની શર્મા સાથે વાત થઈ. ત્યારબાદ બહાર આવીને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું રામબિલાસ શર્માનો આશીર્વાદ લેવા આવ્યો છું અને તેમના માર્ગદર્શનમાં જ ત્રીજી વખત હરિયાણામાં કમળ ખિલશે. આજે ભારતી સૈની સાથે પણ વાત થઈ અને મેં રામબિલાસ શર્માને પણ કહ્યું કે તમે વાત કરો તો કદાચ તેઓ વિચારે. હરિયાણા વિધાનસભાની બધી 90 સીટો માટે એક જ ચરણમાં 5 ઓક્ટોબરે મતદાન થશે. ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!