fbpx

અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો, હિંડનબર્ગના આરોપોનું સુરસુરીયું!

Spread the love

રોકાણકારોનો વિશ્વાસ અકબંધ હોવાનો પુરાવો દેશના અગ્રણી બિઝનેસ જૂથ એવા અદાણી ગ્રૂપના શેરોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે અદાણી ગ્રુપના શેરમાં ભારે મજબૂતી જોવા મળી હતી. સોમવારે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરાંત, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર સહિતની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર 5% સુધીના ઉછાળા સાથે ટ્રેડ થયા હતા.

શેરબજારમાં અદાણી જૂથના સ્ટોક્સની રફ્તાર જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તાજેતરમાં હિંડનબર્ગના મનઘડંત આરોપોને શેરબજારે ફરી એકવાર નકારી કાઢ્યા છે. સોમવારે ગૌતમ અદાણીની માલિકી ધરાવતી કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી પાવર લિમિટેડના શેરમાં 7%થી વધુનો વધારો જોવા મળ્યો હતો, તો અદાણી એન્ટરપ્રાઈઝ સહિતના ઘણા શેરોમાં 5%થી વધુનો વધારો થયો હતો.

અદાણી ગ્રૂપના સ્ટોક્સ પૈકી અદાણી ગ્રીન એનર્જીનો શેર ₹.98.80 (5.53%) વધીને ₹.1,887.00 પર પહોંચી ગયો હતો, જ્યારે અદાણી પાવરનો શેર ₹.37.95 પર વધીને. 5.99% ના વધારા સાથે ₹.671.40 પર પહોંચી ગયો હતો. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ જેમ કે અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસના શેરમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.

સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ ટ્રેડ થયા હતા અને નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તેવામાં અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનર્સમાં સામેલ થઈ ગઈ હતી. શરૂઆતના વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર ₹.51.85 (1.75%) ના વધારા સાથે ₹.3,020.20 પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

અદાણી ગ્રીન એનર્જીનો શેર 6 સપ્ટેમ્બર પછીના સર્વોચ્ચ સ્તરે 7.26% જેટલો વધ્યો હતો, સવારે 10:17 વાગ્યા સુધી તે 6.02% વધીને ₹.1,891.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ શેરમાં વાર્ષિક ધોરણે 18.39%નો વધારો થયો છે. બ્લૂમબર્ગ ડેટા અનુસાર કંપનીને ટ્રેક કરતા ત્રણ વિશ્લેષકોમાંથી બે એ ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!