fbpx

ભારતની પોતાની 297 એન્ટિક વસ્તુઓ અમેરિકાએ પાછી આપી

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસે છે અને એ દરમિયાન અમેરિકાએ ભારતથી ચોરી કરીને અથવા દાણચોરીથી અમેરિકા ગયેલી 297 એન્ટિક વસ્તુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાછી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને PM મોદી વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓને કેટલીક પસંદગીની વસ્તુઓ બતાવવામાં આવી હતી.

અમેરિકાએ ભારતને જે 297 એન્ટિક રિટર્ન કર્યા છે તે 2000 BC અને 1900 AD વચ્ચે લગભગ 4000 વર્ષ પહેલાના સમયગાળાની છે. જે કલાકૃતિ પરત કરવામાં આવી તેમાં મધ્ય ભારતની 10-11મી સદીની રેતીના પત્થરની અપ્સરા છે તો 3-4 સદીના પૂર્વ ભારતના ટેરાકોટા, ફુલદાની, તાંબીની હ્યુમન પ્રતિમાઓ છે.

વર્ષ 2016માં અમેરિકાએ ભારતને 10 વસ્તુઓ પરત આપી હતી એ પછી 2021માં 157, 2023માં 105 અને હવે 2024માં 297 વસ્તુઓ પરત આપી છે. અત્યાર સુધીમાં ભારતને કુલ 569 વસ્તુઓ પરત મળી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!