fbpx

પ્રાંતિજ ટોલટેક્સ ઉપર નુકસાન કરી સાઇડમાંથી નિકળી જતા કાર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ટોલટેક્સ ઉપર નુકસાન કરી સાઇડમાંથી નિકળી જતા કાર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– ખેડબ્રહ્મા ના નીચી ધનાલ કંપાના ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– ટ્રાફિક ની અડચણ કરી મા બહેન સામી ગાળો બોલી ટોલટેક્સ ભર્યા વગર કાર ચાલક સાઇડ માંથી નિકળી ગયો
– ૬૦ થી ૭૦ હજાર નુ નુકસાન કરતા પોલીસ ફરિયાદ થઈ
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ટોલટેક્સ ઉપર નુકસાન કરી ગાળો-બોલી સાઇડ માંથી નિકળી જતા કાર ચાલક સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ


  પ્રાંતિજ ના કતપુર પાસે આવેલ નેશનલ હાઇવે-૪૮ ઉપર અમદાવાદ થી હિંમતનગર તરફ જતા રોડ ની લાઈન નં-૧૦ વચ્ચે કાર ચાલક સુભાષ કુમાર ભાઇલાલભાઇ પટેલ પોતાના કબજાની કાર નંબર-GJ01WU 5961 કાર રોડ ઉપર આડી કરી આવનજાવન કરતા પરિવહન ને અટકાવી ગેરકાયદેસર અવરોધન કરી પરીવહન કરતા નાના મોટા વાહનો તથા માણસોની જીંદગી જોખમા મુકાય તે રીતે ટ્રાફિક ની અડચણ કરી મા બહેન સામી ગાળો બોલી ટોલટેક્સ ભર્યા વગર વાહન સાઇડ માંથી નિકળી જતા આશરે રૂપિયા ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ હજાર રૂપિયા નુ નુકસાન કરી જતા રહેતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ટોલ મેનેજર અશોકકુમાર ઝુંડારામ ચૌધરી દ્રારા કાર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે સુભાષ કુમાર ભાઇલાલભાઇ પટેલ રહે.નીચી ધનાલ કંપા તા.ખેડબ્રહ્મા જી.સા.કાં હાલ રહે. ૫૦૩ કે અત્રી એલીગન્સ સહકારીજીન રોડ હિંમતનગર તા.હિંમતનગર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ-૧૨૬ (૧) (૨),૨૮૫,૩૫૨,૩૨૪(૪ ) મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પુંજાભાઇ મહાદેવ ભાઇ દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!