fbpx

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે જાતિવિષય અપશબ્દો બોલી ગડદાપાટુ નો માર મારતા દશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે જાતિવિષય અપશબ્દો બોલી ગડદાપાટુ નો માર મારતા દશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– શારીરિક અડપલા કરતા પોસ્કો એકટ વિરૂધ્ધ ફરિયાદ થઈ
– ધાળીયુ મારી ઇજાઓ પહોચાડી
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પલ્લાચર ખાતે જાતિવિષય અપ શબ્દો બોલી ગડદાપાટુ નો માર મારી સગીર વયની બે બાળકી ઓને શારીરિક અડપલા કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અત્યાચાર નિવારણ તથા પોસ્કો એકટ દશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


    પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના પલ્લાચર ખાતે રહેતા સુરેશભાઇ વણકરે પોતાની માલિકીની સર્વે નં-૩૬૧ ની જમીન વિનોદભાઇ ને વેચાણ આપેલ હોઈ જેમા તેઓએ મગફળી નુ વાવેતર કરેલ હોઇ જે બાબતે વિનોદભાઇ સાથે પ્રવિણભાઇ પટેલ ના ધરના માણસોએ ઝધડો કરેલ હોઇ જે બાબતે સુરેશભાઇ વણકર ને ફોન કરેલ હોય જેને લઈ ને સુરેશભાઇ વણકર તથા તેમના પરિવાર ના લોકો તેઓના ખેતરમા જઇ આરોપીઓને ઠપકો કરતા આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા એકસંપ થઈ ગેર કાયદેસર મંડળી રચી સુરેશભાઇ તથા તેમના પરિવાર ના સભ્યો ને અનુસુચિત જાતિના હોવાનુ જાણવા છતા પ્રવિણભાઇ ભક્તિભાઇ પટેલ જાતિ વિષય અપશબ્દો બોલી ભક્તિ ભાઇ કિશોરભાઇ પટેલ કૈલાશબેનને છાતીના ભાગે હાથ નાખી ગડદાપાટુ નો મારમારતા સુરેશભાઇ વચ્ચે પડતા દશરથભાઇ ભક્તિભાઇપટેલ તથા રવિભાઇદશરથભાઇ પટેલ નાઓ સુરેશભાઇ ને નીચે પાડી દઇ સુરેશભાઇ ને ગળદાપાટુ નો માર મારી રવિભાઇ દશરથભાઇ પટેલ એ ગળુ દબાવી મારમારતા તેવોની બે સગીર વય ની દિકરીઓ છોડાવવા જતા  તેવોની દિકરી ઉ.વર્ષ-૧૫ ૨ માસ ૯ દિવસ ની સગીર વયની હોવા જાણતો હોવાછતાંય શારીરિક અડપલા કરી હાથ ખેચી બળાત્કાર કરવાનો છે તેમ કહી ગડદાપાટુ નો માર મારી પ્રતિક ઉર્ફે ડમ્પુભાઇ હિતેન્દ્રભાઇ પટેલ નાએ બીજી દિકરી ૧૩ વર્ષ ૪ માસ ૪ દિવસ ની સગીર વયની હોવાની જાણતો હોવાછતાંય શારીરિક અડપલા કરી જાતિય સતામણી કરતા સુરેશભાઇ તેને છોડાવવા જતા હિતેન્દ્રભાઇ ના પત્નીએ એ જાતિવિષય અપ શબ્દ બોલી ને બળાત્કાર કર તેમ કહી પ્રવિણભાઇ ભક્તિભાઇ પટેલે કહ્યુ કે તમે અમારુ કશુ તોડી લેવાના નથી તેમ કહેતા હતા તે દરમ્યાન હિતેન્દ્રભાઇ ભક્તિભાઇ પટેલે સુરેશભાઇ ને પીઠના ભાગે ઉધુ ધાળીયુ મારી ઇજાઓ કરી તમામ આરોપીઓએ સુરેશભાઇ ને બિભસ્ત ગાળો-બોલી ગળદાપાટુ નો માર મારી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સુરેશભાઇ કાળાભાઇ વણકર રહે પલ્લાચર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે પ્રવિણભાઇ ભક્તિભાઇ પટેલ , ભક્તિભાઇ કિશોરભાઇ પટેલ , પિયુષભાઇ પ્રવિણભાઇ પટેલ , પિયુષભાઇ ના પત્ની  , દશરથભાઇ ભક્તિભાઇ પટેલ , દશરથભાઇ ભક્તિભાઇ પટેલ , મંદાબેન દશરથભાઇ પટેલ , રવિભાઇ દશરથભાઇપટેલ , હિતેન્દ્રભાઇ ભક્તિભાઇપટેલ , પ્રતિક ઉર્ફે ડમ્પુભાઇ હિતેન્દ્રભાઇ પટેલ , હિતેન્દ્રભાઇ ભક્તિભાઇ પટેલ ની પત્ની તમામે-તમામ રહે.પલ્લાચર તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૭૪,૭૫,(૧)૧),(૪),૧૯૮(૨),૧૯૦,૧૯૧(૨),૧૯૧(૩),૧૧૫(૨),૩૫૨,તથા જી.પી.એકટ ક.૧૩૫ તથા પોસ્કો એકટ કલમ.૧૧(૧),૧૨,૧૭ તથા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ)અધિ. સુધારણા ૨૦૧૫ ની ૩(૧)(આર)(એસ)(ડબલ્યુ),૩(૨)(૫-અ) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પાયલબેન સોમેશ્વર નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠા હિંમતનગર દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!