fbpx

ટૂંકા કપડામાં રસ્તા વચ્ચે ફરતી હતી છોકરી, FIR નોંધાઈ, નેતાએ કહ્યું- આ નહીં ચાલે

Spread the love

મિની મુંબઈ એટલે કે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક છોકરી ટૂંકા કપડામાં ફરતી હોવાને લઈને વિવાદ ઉભો થયો છે. વિવાદ વધતાં યુવતીએ માફી માંગી અને કહ્યું કે, તેણે સાર્વજનિક સ્થળે આવા કપડા ન પહેરવા જોઈએ, જ્યારે પોલીસે કહ્યું કે, તેઓ કાયદાના નિષ્ણાતોની સલાહ લીધા પછી આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.

શહેરની ગલીઓમાં ટૂંકા કપડામાં ફરતી હોવાનો વીડિયો જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર યુવતીએ એમ પણ કહ્યું કે, તે આત્મહત્યા કરવા માંગે છે. હિન્દી ભાષી યુવતીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, તે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ શહેરમાં રહે છે.

શાસક ભારતીય જનતા પાર્ટી, બજરંગ દળ અને અન્ય સંગઠનોના નેતાઓએ યુવતીના વિવાદાસ્પદ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે અને પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે, જ્યારે સોશિયલ મીડિયાનો એક વર્ગ આ વીડિયોને યુવતી પ્રસિદ્ધિ મેળવીને તેના દ્વારા પોતાના ફોલોઅર્સ વધારવા માટેના કાવતરા તરીકે પણ જોઈ રહ્યો છે.

‘પબ્લિક રિએક્શન’ શીર્ષક સાથે યુવતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં, તે શહેરના મેઘદૂત ચાટ-ચોપાટી અને 56 દુકાન ચાટ-ચોપાટી પર ટૂંકા કપડામાં ફરતી જોવા મળે છે.

રાજ્યના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ યુવતીના આ કૃત્યની ટીકા કરી અને કહ્યું કે, ઈન્દોર જેવા ‘સાંસ્કૃતિક શહેરમાં’ આવી ‘અભદ્રતા’ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે, એ વાત સાચી છે કે ભારતના બંધારણ હેઠળ લોકોને રહેવાની, ખાવાની અને પીવાની સ્વતંત્રતા છે. પરંતુ જો આવી છૂટનો બિનજરૂરી ઉપયોગ સમાજને અસર કરે છે, તો હું તેને મૂળભૂત અધિકારોનો દુરુપયોગ માનું છું.

વિજયવર્ગીયએ કહ્યું કે, વહીવટીતંત્રે જાહેર સ્થળોએ ‘અભદ્રતા’ના મામલામાં ‘જાગૃતિ’ સાથે કામ કરવું જોઈએ અને સમાજમાં પણ સંબંધિત લોકોનો ‘બહિષ્કાર’ થવો જોઈએ.

બજરંગ દળના સ્થાનિક એકમના સંયોજક પ્રવીણ દરેકરે જણાવ્યું કે, તેમના સંગઠન વતી યુવતી વિરુદ્ધ શહેરના તુકોગંજ અને વિજય નગરના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિવાદ વધતાં યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું, ‘મને અહેસાસ થયો છે કે મારે સાર્વજનિક સ્થળે આટલા ઓછા કપડાં પહેરવા ન જોઈએ. હું આ ફરી ક્યારેય નહીં કરું. મને માફ કરજો. કૃપા કરીને મને એકલી છોડી દો. હું આત્મહત્યા કરવા માંગુ છું.’

આ દરમિયાન શહેરની વિવિધ સંસ્થાઓની મહિલાઓનું ટોળું પોલીસ કમિશનર કચેરીએ પહોંચી યુવતીના અશ્લીલ કૃત્યનો વિરોધ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) હંસરાજ સિંહે કહ્યું, ‘યુવતીનો વિવાદાસ્પદ વીડિયો અને તેના પર ઘણા લોકોના વાંધાઓ અમારા ધ્યાન પર આવ્યા છે. કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા પછી અમે યોગ્ય પગલાં લઈશું.’

DCPએ કહ્યું કે, પોલીસે યુવતીની માફીનો લેટેસ્ટ વીડિયો પણ જોયો છે. DCPએ કહ્યું, ‘અમારે જોવું પડશે કે છોકરીનો હેતુ શું હતો (સાર્વજનિક સ્થળે ટૂંકા કપડામાં ફરવા પાછળ) અને તે કઈ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે? અમે એ પણ જોઈશું કે તેના પરિવારમાં કોણ કોણ લોકો છે?

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!