પ્રાંતિજ ના દલાની મુવાની પાસે કાર પલ્ટી ખાતા દોડ કરોડ ની ચોરીનો ભેદ ઉકેલાયો
– જિલ્લા એલસીબીએ ચોરી થયેલ દોડ કરોડ નો ભેદ ઉકેલ્યો
– કાર ચાલક અશ્વિન પટેલ તથા ફોઇના દિકરા મહેશ પટેલ ની મુદામાલ સાથે અટકાયત કરી
– પૈસા લઈ જતો કાર માલિક ની દાનત બગડતા ચોરીનુ પેતરુ રચ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલાની મુવાની પાસે કાર પલ્ટી કારમા રહેલ દોડ કરોડ ની ચોરી થઈ હોવાનો ભેદ જિલ્લા એલસીબીએ ગણતરીના કલાકોમાંજ ભેદ ઉકલ્યો હતો અને ચોરીમા સંડોવેલ કાર ચાલક તથા તેના ફોઇ ના દિકરાની અટકાયત કરી
પ્રાંતિજ ના દલાની મુવાડી પાસે કાર પલ્ટી જતા કારમા રહેલ દોડ કરોડ ની ચોરી થઈ હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે રહેતા કેપીનભાઇ પટેલ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા થઈ હતી જેને લઈ ને જિલ્લા એલસીબી , પ્રાંતિજ પોલીસ દ્રારા ચોરીની રકમ સાથે બે ઇસમોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી નાકા બધી કરી હતી અને જિલ્લા એલસીબી દ્રારા દોડ કરોડ રૂપિયા લઈ ને જઈ રહેલ અશ્વિન પટેલ ની કડક પુછપરછ કરતા અશ્વિન પટેલ જાતે કબુલ કર્યુ હતુ કે મારે મકાન બનાવવા તથા ધંધા મા પૈસાની જરૃર હોવાથી બેકમાથી પૈસા ઉપાડયા બાદ તેની દાનત બગડી તેને તે સમયે જ દોડ કરોડ હડપ કરવા માટે એક પ્લાન બનાવ્યો હતો જેમા ગાડીને પંચર કરી ગાડીનુ પંચર કરવાના બહાને ગાડી ઉભી રાખી તે દરમ્યાન બાઇક સવારો ગાડીમાંથી પૈસા ભરેલ કોથળો લઈ જશે તેવો પ્લાન બનાવ્યો હતો અને અમદાવાદ રોડ ઉપર પૈસા લઈ ને નિકળ્યો હતો જે દરમ્યાન તલોદ રેલ્વે ફાટક નજીક અશ્વિન પટેલ ને તેના ફોઇ નો દિકરો મહેશભાઈ પ્રશાભાઇ પટેલ રહે. લવારી તા.તલોદ જિ.સાબરકાંઠા તેઓની આઇ-૧૦ ગાડી નંબર-GJ09BD9967 ની લઈ નિકળેલ જોતા અશ્વિન પટેલ બીજો પ્લાન કરેલ કે પોતાના ફોઇ ના દિકરાને વાત કરી આ પૈસા મારી ફોઇ ના દિકરાને આપી દઉ અને પોતે એકલો આગળ જઈ ગાડીને કોઇ પણ રીતે અકસ્માત નો બનાવ ઉભો કરી ગાડીમાંથી કોઇ અજાવ્યા માણસો રૂ દોડ કરોડ ચોરી કરી લઈ ગયેલ છે તેવુ જાહેર કરી તેવો પ્લાન બનાવી મહેશ પટેલ ને ઉભા રખાવી તેણે કહેલ કે મારી પાસે એક પાટી ના દોડ કરોડ રૂપિયા આવેલ છે તે પૈસા રાખી લેવાના છે અને પાટીને આપવાના નથી જે પૈસા માંથી તમેને ભાગ આપીશ તેમ કહી પોતે પ્લાન બનાવેલ તે અંગે મહેશ પટેલ પણ કહેલ અને તેઓ બન્ને જણા ગાડીઓ લઈ મજરા રોડે ભાટીયા ગામથી થોડોક આગળ જઈ ગાડીઓ ઉભી રાખી અને અમે બન્ને જણાએ અશ્વિન પટેલ ની ગાડીમાંથી રૂ દોડ કરોડ નો કોથળો મહેશ પટેલ ની ગાડીમા મુકી દીધેલ અને કોઇને વાત કરતા નહી પોતે આવી આ પૈસા માથી મહેશ પટેલ ને પાંચ લાખ આપવાની વાત કરેલ અને અશ્વિન પટેલ ગાડી લઈ અમદાવાદ તરફ નિકળેલ અને દલાની મુવાડી પાસે પ્લાન મુજબ અકસ્માત કર્યો હતો અને કેપીનભાઇ ને પૈસા આપવાના પડે એટલે ગાડી ફુલફાસ્ટ હંકારી અકસ્માત કર્યો હતો અને કોઈ અજાવ્યા ઈસમો બાઈક લઈ આવીને દોડ કરોડ નો કોથળો ચોરી ગયા નુ જણાવ્યુ હતુ પણ જિલ્લા એલસીબી ને ચોરી અંગેની જાણ થતા ધટના સ્થળે તપાસ કરતા પ્રથમ નજરેજ વાત ગળે ઉતરતી નહતી જેથી તેવોએ કેપીનભાઇ પટેલ ની ફરીયાદ ના આધારે તપાસ કરતા અશ્વિન પટેલ ની કડક પુછપરછ કરતા તેવો ભાગી પડયો હતો અને પોતે પોતાના ફોઇ ના દિકરા મહેશ પટેલ સાથે મળી ચોરી કરી હોવાનુ સામે આવ્યુ હતુ જેથી જિલ્લા પોલીસ સે અશ્વિન પટેલ નો ફોન જેની કિંમત-૫૦૦૦ તથા મહેશ પટેલ ના ધરે થી આઇ-10 કાર જેની કિંમત ૩૦.૦૦.૦૦ મળી કુલ ૧,૫૩,૦૫૦૦૦ નો મુદ્દામાલ જપ્ત ક્યો હતો અને બન્ને જેલ ભેગા કર્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ