એપલ કંપનીના iPhone 16 ફોનના જે પ્રિ-સેલના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. એપલની આ ફોનની સીરિઝને નબળો પ્રતિસાદ મળ્યો છે.જ્યારે એપલ કંપનીએ અમેરિકા અને અન્ય દેશોમાં iPhone 16ની સીરિઝ લોંચ કરી ત્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ફિચરને કારણે ફોન હીટ બનશે એવી કંપનીને ધારણા હતી.
CNN બિઝનેસના એક અહેવાલ મુજબ એપલ કંપનીના પ્રિ-સેલના પહેલા સપ્તાહમાં 3.7 કરોડ ફોન વેચાયા હતા, જે ગયા વર્ષે આ જ સમાન ગાળાના વેચાણ કરતા 12 ટકા ઓછું વેચાણ છે.
iPhone 16 પ્રોના 98 લાખ અને iPhone 16 પ્રો મેક્સના 1.71 કરોડ ફોન વેચાયા છે. ચીનમાં એપલ કંપનીએ ફોનનું પ્રોડક્શન બંધ કર્યા પછી ચીની લોકોએ એપલના ફોન ખરીદવાનું બંધ કરી દીધું હતું.