fbpx

સુરતમાં ગરબાના આયોજકો કેમ ટેન્શનમાં છે? એક આયોજક 5મીથી શરૂ કરશે

Spread the love

3 ઓક્ટોબર,ગુરવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને ખૈલેયામાં ગરબા રમવાનો થનગનાટ છે, પરંતુ કેટલાંક ગરબા આયોજકો ટેન્શનમાં આવી ગયા છે.

સુરત પોલીસ કમિશ્નરે કહ્યુ હતું કે, આ વખતે સુરતમાં શેરીગરબા-સોસાયટી સહિત 3000 આયોજનો છે, જ્યારે 15 જેટલા કોર્મશિયલ આયોજનો છે. જાણવા મળેલી વિગત મુજબ સુરતના એરપોર્ટ વિસ્તારમાં G-9 ગરબાના પ્લોટ પર પાણી ફરી વળવાને કારણે મુશ્કેલી ઉભી થઇ છે તો આ જ વિસ્તારમાં રાસલીલા ગ્રુપના ડોમમાં પણ પાણી ભરાયા છે. વી-આર મોલની સામે સુવર્ણ નવરાત્રીનું આયોજન છે. જાણવા મળેલી વિગત મુજબ સુવર્ણનવરાત્રીના આયોજકોએ 5 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ કરવાની જાહેરાત કરી છે, કારણકે પાર્કિંગ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. આવી હાલત અનેક આયોજકોની હોવાનું જાણવા મળ્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!