fbpx

પવન કલ્યાણની દીકરીએ તિરુપતિ મંદિર જતા પહેલા શા માટે સહી કરવી પડી? કારણ છે આ નિયમ

Spread the love

તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુ વિવાદ બાદ અભિનેતામાંથી રાજકારણી બનેલા DyCM પવન કલ્યાણે 11 દિવસની તપસ્યા લીધી હતી. આ સંબંધમાં આંધ્ર પ્રદેશના DyCM પવન કલ્યાણ 1 ઓક્ટોબરે મોડી રાત્રે તિરુમાલા મંદિર પહોંચ્યા હતા. તે મંદિર સુધી પહોંચવા માટે 3500 પગથિયાં ઉઘાડપગે ચડ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર DyCMના વીડિયો અને ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે. જ્યાં તેઓ હાંફતા જોવા મળે છે.વેંકટેશ્વર સ્વામી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીના મુદ્દે ભારે રાજનીતિ થઈ હતી. આ સમાચારે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બધાને હચમચાવી દીધા હતા. આ દરમિયાન, 22 સપ્ટેમ્બરે DyCM પવન કલ્યાણે 11 દિવસની તપસ્યાનો સંકલ્પ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ ખૂબ જ પીડા અને દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે, કે તેઓ આટલી મોટી વાતને પહેલા કેમ ન શોધી શક્યા, આ સ્થિતિમાં તેઓ પ્રાયશ્ચિત કરી રહ્યા છે.

DyCM પવન કલ્યાણના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જ્યાં તેઓ 3500 પગથિયાં ચડ્યા પછી ખૂબ હાંફતા જોવા મળ્યા હતા. તેઓ પરસેવાથી લથબથ દેખાતા હતા. ઈન્ટરનેટ પર ચાહકો તેમની ચિંતા કરતા જોવા મળ્યા હતા. કેટલાક યુઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે અભિનેતા મકર દર્દ અને અસ્થમાથી પીડિત છે.

DyCM પવન કલ્યાણની નાની પુત્રી પોલિના અંજની કોનિડેલાએ તિરુપતિ મંદિરની મુલાકાત લેતા પહેલા મેનિફેસ્ટો પર હસ્તાક્ષર કર્યા હતા. તે તેના પિતા સાથે મંદિર જતા પહેલા જોવા મળી હતી. મંદિરના નિયમો અનુસાર, જો કોઈ બિન-હિંદુ અને વિદેશી હોય તો તેમણે એક ઘોષણાપત્ર પર સહી કરવી પડે છે. પૌલિન પવન કલ્યાણની નાની પુત્રી છે, જે તેની ત્રીજી પત્ની અન્ના લેઝનેવાની પુત્રી છે. DyCM પવન કલ્યાણની પત્ની ભારતની બિનનિવાસી નાગરિક છે.

હાલમાં તિરુપતિ મંદિરના પ્રસાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ગત સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, તેમને આશા છે કે, ઓછામાં ઓછા ભગવાનને રાજકારણથી દૂર રાખવામાં આવશે. હવે આગામી સુનાવણી 3 ઓક્ટોબરે થવાની છે. હાલમાં જ SITની તપાસ આ કારણથી અટકાવી દેવામાં આવી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!