પ્રાંતિજ એપ્રોચરોડ નવીન બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ
– બે કચેરીઓમા આવેદનપત્ર આપીને રજુઆત કરી
– પ્રાંન્ત અધિકારી તથા નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ
– એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટીઓના રહીશો દ્રારા આવેદનપત્ર આપ્યુ
– છેલ્લા ત્રણ વર્ષ થી રોડ બનાવવાની માંગ છતાંય તંત્ર ના ગલ્લાતલ્લા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર નવીન રોડ બનાવવાની માંગ સાથે એપ્રોચરોડ ઉપર આવેલ વિવિધ સોસાયટીઓના લોકો સહિત રેલ્વેસ્ટેશન વિસ્તાર ના રહીશો દ્રારા રોડ બનાવવાની માંગ સાથે બે કચેરીઓમા આવેદનપત્ર આપ્યુ
પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષ થી મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને ખાડા ખડીયાવાળા રોડ ને લઈ ને છેલ્લા ત્રણ વર્ષ થી નવીન રોડ બનાવવાની માંગ છતાંય તંત્ર દ્રારા ગલ્લાતલ્લા કરવામા આવી રહ્યા છે તો આ વિસ્તાર મા અનેક સરકારી તથા પ્રાઇવેટ સ્કુલો કોલેજો સહિત સરકારી કચેરીઓ પણ આ વિસ્તાર મા આવેલ છે તો આ વિસ્તાર મા ત્રણ રસ્તાથી રેલ્વેસ્ટેશન સુધી એનેક સોસાયટીઓ પણ આવેલ છે અને સોસાયટી ના રહીશો તથા વિવિધ સંસ્થાઓ દ્રારા છેલ્લા ત્રણ વર્ષ ખખડધજ રોડ ને લઈ ને રજુઆતો કરવામા આવી છે છતાંય આ રોડ ના બનતા આખરે કટારેલા સોસાયટીના રહીશો દ્રારા આજે પ્રાંતિજ ખાતે આવેલ બે કચેરીઓમા આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ પ્રાન્ત અધિકારી એ.જે.પટેલ તથા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર મુકેશભાઇ પટેલ ને આવેદનપત્ર આપીને મૌખિક રજુઆતો કરવામા આવી હતી તો આ પ્રસંગે યોગેશ્વર સોસાયટી , ગંજાનંદ સોસાયટી , સ્વામિનારાયણ સોસાયટીઓ સહિત રેલ્વેસ્ટેશન વિસ્તાર ના રહીશો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપીને આ ખાડાખડીયા વાળા રોડ નો ખરેખર વિકાસ મા રૂપાતર કરવામા આવે તેવી માંગ સાથે પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી તથા મામલતદાર ને આવેદનપત્ર આપીને રજુઆત કરવામા આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ