fbpx

પ્રશાંત કિશોરના ગામવાળા તેમને દેશના વડાપ્રધાન બનતા જોવા માગે

Spread the love

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જન સૂરાજ નામની પોતાની પાર્ટીની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણયની દેશભરમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ અસલી ચિંતા બિહારની રાજકીય પાર્ટીઓના કર્તાધર્તાઓને થઈ રહી છે. અન્ય રાજકીય પાર્ટીઓની જેમ જ જન સૂરાજ અને પ્રશાંત કિશોરે જાતિવાળો દાવ ચાલ્યો નથી. એવામાં ન માત્ર બધી પાર્ટીઓને, પરંતુ સામાન્ય લોકોને પણ લાગે છે કે પ્રશાંત કિશોર દરેક પાર્ટીના વોટ પોતાની તરફ ટ્રાન્સફર કરાવશે.

એવામાં પૈતૃક ગામના લોકોને પ્રશાંત કિશોર બાબતે પૂછવામાં આવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં જન સૂરાજને બહુમત મળે છે કે એવી કોઈ પરિસ્થિતિ બને છે તો શું પ્રશાંત કિશોર પોતે મુખ્યમંત્રી બનશે કે પછી ગાંધીજી-JPની જેમ ત્યજીને બીજાઓને આગળ વધારશે? ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રશાંત કિશોરનું પોતાનું પૈતૃક ગામ કોનારમાં આવવા-જવાનું ખૂબ ઓછું થાય છે. વાર-તહેવારે ક્યારેય ક્યારેક જાય છે. છતાં પૈતૃકના ગામના લોકો સાથે તેમનું ખાસ જોડાણ છે. અહી તેમનું પૈતૃક આવાસ છે. જો કે, ઘરનો એક મોટો હિસ્સો હવે જૂનો થઈ ચૂક્યો છે.

ત્યાં પક્ષીઓએ પોતાનો વસવાટ કરી લીધો છે. ઘરની દેખરેખ માટે એક વ્યક્તિ મૂકવામાં આવ્યો છે. ગામના યુવા રોહિત કુમાર બતાવે છે કે પ્રશાંત કિશોર દ્વારા પાર્ટી બનાવવાના નિર્ણયથી તે ખૂબ ખુશ છે. તેણે કહ્યું કે, પ્રશાંત છેલ્લા 2 વર્ષથી પદયાત્રા કરી રહ્યા છે. તેમને તેનો લાભ મળવો જોઈએ. રોહિતના જણાવ્યા મુજબ પ્રશાંત જનતાના મુદ્દાઓને ઊંડાણથી સમજે છે. આ તેની રાજનીતિક યાત્રાનો નવો અધ્યાય છે. કેટલાક યુવાઓ માને છે કે જનતા હવે JDU, BJP, કોંગ્રેસ, RJD જેવી પાર્ટીઓથી કંટાળી ચૂકી છે. આગામી સમયમાં જન સૂરાજ બિહારની નંબર વન પાર્ટી બનીને સામે આવશે.

વૃદ્ધ કેદાર પાંડે કહે છે કે પ્રશાંત કિશોરનું વ્યક્તિત્વ બાળપણથી જ પ્રભાવશાળી રહ્યું છે. પાર્ટી બનાવવાના તેમના નિર્ણયથી તેઓ ખૂબ ખુશ છે. તો તેઓ પ્રશાંત કિશોરને ભવિષ્યમાં બિહારના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન બનતા જોવા માગે છે. અપેક્ષાઓના સવાલ પર કેદાર કહે છે કે જે ગામ કહેશે, એજ પ્રશાંત કિશોર કરશે. પ્રશાંતના પૈતૃક આવાસ સામે કરિયાણાની દુકાન ચલાવનારા ગુરુ શર્માના જણાવ્યા મુજબ પ્રશાંત કિશોર પોતાના ગામ કે બિહાર બાબતે જ નહીં, પરંતુ આખા દેશ બાબાતે વિચારે છે. તેમને આશા છે કે પ્રશાંતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના બધા લોકોને રોજગારી અને સારું શિક્ષણ મળશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!