fbpx

શું રાજસ્થાન-મધ્ય પ્રદેશના હિટ ફોર્મ્યૂલાનો મહારાષ્ટ્રમાં ઉપયોગ કરશે BJP?

Spread the love

હરિયાણા ચૂંટણી સાથે સાથે ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ કરી રહી છે. જ્યાં સીટોની ફાળવણી પર સાથી દળો સાથે ચર્ચા ચાલી રહી છે, તો ઉમેદવાર સિલેક્શનને લઇને પણ ભાજપ ખૂબ એલર્ટ છે. જાણકારોના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી કવરના માધ્યમથી થશે. રાજસ્થાનમાં આ ફોર્મ્યૂલા ખૂબ હિટ રહ્યો હતો અને ભાજપને આશા મુજબ સફળતા મળી હતી. તે સરકાર બનાવવામાં સફળ રહી હતી. હવે આ જ ફોર્મ્યૂલા મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં પણ અપનાવવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ હોવા જોઇએ, એ વાત બતાવવા માટે દરેક વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટીના પ્રમુખ પદાધિકારીઓને એક કવર આપવામાં આવશે. તેમાં દરેક પદાધિકારી વરિષ્ઠતાના ક્રમમાં ત્રણ નામ લખીને કવરમાં નાખી દેશે. પછી આ કવર રાજ્ય ઇલેક્શન ટીમને મોકલવામાં આવશે. આ કવરમાંથી ઉમેદવાર નક્કી કરવામાં આવશે. ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપના પદાધિકારીઓના મંતવ્યો લેવાનો પ્રયાસ પણ છે. તેનાથી પાર્ટીમાં મન દુઃખવા જેવી ઘટનાને નિપટવામાં મદદ મળશે. ભાજપ આજે આ કવર પોતાના પદાધિકારીઓને આપવા જઇ રહી છે. ત્યારબાદ 4 ઓક્ટોબરથી સંભવિત ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

કોના વોટ નિર્ણાયક હશે?

પાર્ટીના પદાધિકારીઓના જણાવ્યા મુજબ સીલબંધ કવર જિલ્લા અધ્યક્ષ, બધા વિધાનસભાના સંપર્ક પ્રમુખોને સોંપાશે. આ વિધાનસભા ક્ષેત્રના 80-100 પાર્ટી પદાધિકારીઓને આપવામાં આવશે. તેમાં 3 પસંદગીના ઉમેદવારોને રેન્ક કરવા માટે કહેવામાં આવશે. રિજનલ કમિટીના મેમ્બર છે, રિજનલ વર્કિંગ કમિટીના મેમ્બર, આમંત્રિત સભ્ય, વિશેષ આમંત્રિત સભ્ય, જિલ્લા પદાધિકારી, જિલ્લા કાર્યકરિણીના પદાધિકારી વોટ કરશે. કુલ 160 વિધાનસભા ક્ષેત્રોમાં પદાધિકારીઓને કવર આપવામાં આવશે. આ કવરે 4 પદાધિકારીઓ સામે સીલ કરવામાં આવશે. 2 ઓક્ટોબર સુધીમાં બધાએ નામ આપવા પડશે. આ કવરોને ભાજપ કાર્યાલયમાં જમા કરાવવામાં આવશે. પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મહારાષ્ટ્ર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ નામ નક્કી કરશે.

ભાજપના પદાધિકારીઓનું કહેવું છે કે વિદર્ભ, મરાઠવાડા, નોર્થ મહારાષ્ટ્રથી સંભવિત ઉમેદવારોના નામો પર મંગળવારે મહોર લાગી ગઇ છે. મુંબઇ અને પશ્ચિમ મહારાષ્ટ્રના નામ પર 2 ઓક્ટોબરે મહોર લાગશે. ઉમેદવારોનો નિર્ણય વિભિન્ન સર્વેક્ષણોમાંથી આવેલા નામો, સંઘ પરિવાર દ્વારા ઉકેલવામાં આવેલા નામો અને હવે પદાધિકારીઓ તરફથી આવી રહેલા નામોના આધાર પર કરવામાં આવશે. એવા સંકેત મળી રહ્યા છે ભાજપ 160 સીટો પર ચૂંટણી લડશે. આ નવો પ્રયોગ 160 સીટો પર લાગૂ કરવામાં આવશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!