fbpx

હરિયાણામા શું છે BJPની GT રોડવાળી ઇન્દ્રજાળ? જેને તોડવા માટે રાહુલ ઉતર્યા મેદાને

Spread the love

પહેલી વખત ભાજપ વર્ષ 2014માં પોતાના દમ પર  હરિયાણાની સત્તામાં આવી હતી. એ અગાઉ તે સરકારનો હિસ્સો રહી હતી, પરંતુ પોતાના દમ પર કે પોતે મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવામાં વર્ષ 2014માં જ સફળ રહી. ત્યારબાદ વર્ષ 2019માં સૌથી મોટી પાર્ટી બની અને JJP સાથે મળીને સરકારની રચના કરી. આ સરકારે પણ 5 વર્ષ પૂર્ણ કર્યા અને હવે 10 વર્ષ બાદ ભાજપ એન્ટી-ઇન્કમબન્સી ફેક્ટર ઝીલી રહી છે. વર્ષ 2014 બાદ આ ચૂંટણી માટે સૌથી મુશ્કેલ માનવામાં આવી રહી છે, પરંતુ એ છતા GT સાથે લાગતા વિસ્તારોમાં તેને મજબૂત માનવામાં આવે છે.

આજ કારણ છે કે કોંગ્રેસ તરફથી પોતે રાહુલ ગાંધી મેદાનમાં ઉતર્યા છે. તેમણે સોનીપતથી લઈને અંબાલા સુધી પડતા આ GT રોડ બેલ્ટ પર ફોકસ કર્યું છે અને અહી યાત્રા કાઢી રહ્યા છે. કોંગ્રેસની વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત તેમણે અહીથી જ કરી અને મુખ્યમંત્રી નયાબ સિંહ સૈનીનું ગઢ ગણાતા નારાયનગઢથી યાત્રાની શરૂઆત કરી. આ યાત્રા કુરુક્ષેત્રમાં સમાપ્ત થઈ અને આ દરમિયાન 10 વિધાનસભા સીટો કવર કરવામાં આવી. આ ક્ષેત્રમાં કુલ 23 સીટો છે અને ચર્ચા છે કે 3 ઓક્ટોબરે ફરીથી આજ વિસ્તારમાં રાહુલ ગાંધી યાત્રા કાઢી શકે છે.

હરિયાણાના આ GT બેલ્ટમાં સોનીપતમાં કોંગ્રેસ મજબૂત ગણાય છે કેમ કે અહી જાટોની સારી એવી વસ્તી છે. ત્યારબાદ પાનીપત, કરનાલ, કુરુક્ષેત્ર, અંબાલામાં ભાજપને મજબૂત માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે અહી જાટોની સંખ્યા સેન્ટ્રલ હરિયાણાની તુલનામાં ઓછી છે. આ બેલ્ટ બ્રાહ્મણ, બનિયા, પંજાબી, સૈની અને અન્ય OBC જાતિઓની સંખ્યા વધારે છે. આ સમુદાયો પર ભાજપની પકડ માનવામાં આવે છે. ભાજપે વર્ષ 2014માં આ વિસ્તારોની 23માંથી 21 સીટો જીતી હતી. ત્યારબાદ વર્ષ 2019માં તે 12 જીતી તો કોંગ્રેસ 9 પર જ રહી ગઈ હતી.

GT રોડ બેલ્ટની જેમ જ ભાજપને અહીરવાલ ક્ષેત્રથી પણ અપેક્ષા છે. આ ક્ષેત્ર ગુરુગ્રામ, રેવાડી, મહેન્દ્રગઢ અને ભિવાનીવાળો છે. અહી યાદવોની સંખ્યા સારી એવી છે. તો બ્રાહ્મણોની પણ યોગ્ય સંખ્યા છે. કોંગ્રેસમાં જાટોનું ટ્રેન્ડ વધી રહ્યું છે તો ધ્રુવીકરણની સ્થિતિમાં અન્ય જાતિઓ આ બેલ્ટની ભાજપ સાથે જઇ શકે છે. એટલે પાર્ટીના સ્તર પર રાજનીતિ પણ બની રહી છે. આ બેલ્ટમાં કુલ 12 સીટો આવે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!