થોડા મહિનાઓ અગાઉ જ્યારે ગુજરાતના મોટા શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હતા, ત્યારે ખૂબ મોટો હોબાળો મચી ગયો હતો અને તેનો ખૂબ વિરોધ પણ થયો. એ સમય દરમિયાન મસમોટા બિલ આવવાની વાતો પણ સામે આવી હતી, એવી જ રીતે આ વખત PGVCLએ એક ગ્રાહકને 38 લાખ રૂપિયાનું બિલ મોકલી દીધું, પરંતુ એ સ્માર્ટ મીટર સાથે સંબંધિત નથી. આ બિલના નાણાં વાંચીને જ તમને વિચાર આવે કે આ બિલ કોઈ અમીર વ્યક્તિના ઘરનું હશે કે કોઈ ફેક્ટરીનું હશે, પરંતુ એવું નટી. માત્ર 2 જ રૂમ ધરાવતા વ્યક્તિને આ મસમોટું બિલ મોકલવામાં આવ્યું છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે વીજ કંપનીએ 2 રૂમ ધરાવતી વ્યક્તિને 40 લાખ રૂપિયાનું સમમોટુ વીજ બીલ પકડાવ્યું છે. નવાઇની વાત એ પણ છે કે આ વીજ બિલ 2 લાખ રૂપિયાનું છે, પરંતુ તેનું વ્યાજ જ 38 લાખ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીએ વર્ષ 2011થી વીજ બીલ બાકી હોવાથી આ બીલ ફટકાર્યું હતું. જોકે, પછી વીજ કંપનીને પોતાની ભૂલ સમજાતા તેણે 38 લાખ રદ કર્યા હતા. ગ્રાહકે 2 લાખ બીલ ન ભરતા વીજ કંપનીએ તેનું કનેક્શન કાપ્યું છે. સાથે બીલનું સમાધાન કરવા લોકઅદાલતમાં હાજર થવાની નોટિસ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આ ચૂકી છે. આ મામલે સવાલ ઉભા થઈ રહ્યા છે કે વીજ કંપનીએ 2 રૂમમાં બે પંખાના ઉપયોગ કરવા બદલ 40 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે કે આખા ગામનું બિલ એક વ્યક્તિને ફટકારી દીધું વગેરે જેવા. ખેર હવે જોવાનું એ રહેશે કે શું બિલ મોકલવામાં ભૂલ કરનારા કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? શું વીજ કંપની આ ગ્રાહકનું બિલ માફ કરશે?
થોડા દિવસ અગાઉ જ પાટણ જિલ્લામાં પાવરગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી હતી. ત્યાં ખેડૂતના ઉભા પાક ઉપર કંપનીના કર્મચારીઓએ JCB ચઢાવી દેતા ચોંકાવનારી સ્થિતિ ઊભી થઈ છે. સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં એક ખેડૂતના ઉભા પાકને ભોંયભેગો કરી નાખતા ખેડૂતને મોટું નુકસાન થયું હતું. મીડિયો રિપોર્ટ મુજબ ખેડૂતના ખેતર વચ્ચે વીજ પોલ ઉભો હોવાથી તે અંતર્ગત કામગીરી હોવાનાના નામે પાવરગ્રીડના કર્મચારીઓ JCB લઈને આવી પહોંચી ગયા હતા.