fbpx

હર્ષ સંઘવીએ કેમ કહ્યું કે, ગરબા ગુજરાત નહીં તો શું પાકિસ્તાનમાં જઇને રમીએ?

Spread the love

ગુજરાતમાં નવલી નવરાત્રીની ધૂમધામપૂર્વક ઉજવણી શરૂ થઇ ગઇ છે અને લોકો ગરબાની રમઝટ બોલાવવામાં મસ્ત છે અને રાજકારણીઓ તેમના નિવેદન આપવામાં વ્યસ્ત છે.

3 ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે અને ડોમ, પાર્ટીપ્લોટ, શેરીગરબા અને સોસાયટીઓમાં  ભક્તિભાવ પૂર્વક મા અંબાની આરાધના કરવામાં આવી રહી છે. એવા સમયે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક તડાફડી થઇ છે.

ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 12 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા તે જ બરાબર હતું, હવે 5 વાગ્યા સુધી છુટ આપવામાં આવી મતલબ કે ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા જાળવી શકે તેવી ક્ષમતા નથી.

તો હર્ષ સંઘવીએ નામ લીધા વગર કહ્યં કે, આખી રાત ગરબા ચાલું રાખવાના નિર્ણયને કારણે કેટલાંક લોકોને પેટમાં દુખ્યું છે. શું ગરબા ગુજરાતમાં ન રમીએ તો પાકિસ્તાનમાં જઇને રમીએ?

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!