કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જ્યારે જુલાઇ મહિનામાં બજેટ રજૂ કર્યું ત્યારે ભારતના યુવાનો માટે એક ખાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનું નામ PM ઇન્ટર્નશીપ સ્કીમ છે, જે ભારતના યુવાનોને રોજગાર મેળવવામાં મદદ કરશે.
હવે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને તેલગાંણા એમ 4 રાજ્યોમાં શરૂ કરવામાં આવ્યો છે. આ યોજનામાં સરકાર 21થી 24 વર્ષના યુવાનોને ઇટર્નશીપ આપશે જેનો હેતું યુવાનોને કોર્પોરેટ લાઇફનો અનુભવ આપવાનો છે. ઇન્ટર્નશીપ દરમિયાન યુવાનોને દર મહિને 5000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે.
આ યોજનામાં એવા જ યુવાનોને લાભ મળશે જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધારે ન હોય. પહેલા બેચમાં કુલ 1.25 લાખ યુવાનોને તક મળશે.