fbpx

ભારતીય વાયુસેનાના એર-શૉમાં અફરાતફરી, 5 લોકોના નિધન, 200થી વધુ હૉસ્પિટલમાં એડમિટ

Spread the love

ભારતીય વાયુસેના (IAF)ની 92મી વર્ષગાંઠ મનાવવા માટે રવિવારે ચેન્નાઈમાં એક એર-શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. IAFના વિમાનોએ આકાશમાં પોતાની વાયુ શક્તિ અને યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરતા લોકોમાં ઉત્સાહ ભરી દીધો હતો, પરંતુ એર-શૉ પૂરો થયા બાદ અહી અફરાતફરી મચી ગઈ હતી. તેમાં 5 લોકોના મોત થઈ ગયા છ, જ્યારે 200 કરતા વધુ લોકોને હોસ્પૉટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, જે લોકોના મોત થયા છે તેમાં એક વ્યક્તિનું મોત હિટ સ્ટ્રકના કારણે થયું છે.

મૃતકોની ઓળખ શ્રીનિવાસન (ઉં. વ. 48), કાર્તિકેયન (ઉં. વ. 34) અને જોન (ઉં. વ. 56)ના રૂપમાં થઈ છે, જ્યારે અન્ય 2 લોકોના નામ સામે આવ્યા નથી. 230 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એર શૉને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો સમુદ્ર કિનારે ભેગા થયા હતા, પરંતુ પબ્લિક મેનેજમેન્ટ માટે પૂરતી વ્યવસ્થા નહોતી. શૉ જોવા માટે કેટલાક લોકો નજીકના લાઈટહાઉસ મેટ્રો સ્ટેશન અને કેટલાક ચેન્નાઈ MRTS રેલવે સ્ટેશન પર એકત્ર થઈ ગયા હતા.

તો ઘણા લોકો તો પ્લેટફોર્મ પર જ ઊભા થઈને શૉ જોઈ રહ્યા હતા. શૉ પૂરો થયા બાદ ભારે ભીડને વિખેરાવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન ત્યાં અફરાતફરી મચી ગઈ, જેમાં 5 લોકોના મોત થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાર્યક્રમ શરૂ થવા અગાઉ ઘણા લોકો ગરમીના કારણે બેહોશ થઈ ગયા. ભીડ એટલી બધી હતી કે પાણીની વ્યવસ્થા પણ ઓછી પડી ગઈ હતી. ઘણા લોકોને તો પાણી પણ નસીબ ન થયું. જેવો જ શૉ ખતમ થયો તો ભારે ભીડે એક સાથે નીકળવાનો પ્રયાસ કર્યો અને આ અકસ્માત થઈ ગયો.

ઉલ્લેખનીય છે કે IAFના આ શૉમાં લગભગ 72 વિમાનોએ ભાગ લીધો હતો, જેને ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં નોંધવામાં આવશે. સુપરસોનિક લડાકુ વિમાન સહિત લગભગ 50 લડાકુ વિમાનોએ એક સાથે મળીને આકાશમાં વિભિન્ન રંગોની ચમક વિખેરી હતી. ડકોટા અને હાર્વર્ડ, તેજસ, SU-30 અને સારંગે પણ હવાઈ સલામીમાં હિસ્સો લીધો. સુખોઈ SU-30એ પણ પોતાના કરતબ દેખાડ્યા હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!