fbpx

એક સાથે 9 દીક્ષાર્થીના વરસીદાનનો વરઘોડો

Spread the love

સુરતમાંથી વધુ એક બાળ દીક્ષાર્થીનો સંયમના માર્ગે પ્રસ્થાન થવા જઈ રહ્યું છે બે વર્ષ પૂર્વે આઠ વર્ષની દેવાંશી સંઘવીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ નવ વર્ષની જૈની વહેરા અને 17 વર્ષીય હર્ષિ વોહેરા પાલીતાણા ખાતે દીક્ષા ગ્રહણ કરશે એ નિમિત્તે સુરતના વેસુ વિસ્તારમાં બે દિવસીય ધર્મ મહોત્સવનું આયોજન ભોરોલ તીર્થ નિવાસી માતૃશ્રી ચંચળ બેન તારાચંદ મલૂચંદ વોહેરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારે એક સાથે 9-9 દીક્ષાર્થીના વરસીદાનનો વરઘોડામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા.

સૂરી રામચંદ્રના કૃપાપાત્ર સૂરી ગુણીયશના પટધર રત્ન પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિયશસૂરી મહારાજની પાવન સાનિધ્યમાં પાલીતાણા તીર્થ ભૂમિ ખાતે આગામી તારીખ 20/11/ 24ના રોજ યોજાનારા ભવ્ય દીક્ષા મહોત્સવમાં બાળ દીક્ષાથી જૈની અને હર્ષિ વોહેરા દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા મહોત્સવના ભાગરૂપે સુરતના વેસુ વિસ્તારમાં બલર ફાર્મ ખાતે દ્વિ-દિવસીય ધર્મ મહોત્સવ યોજાયો હતો. જેમાં 700 જેટલા બાળકોએ પ્રભુજીનો શક્રસ્તવ અભિષેક કર્યો હતો એ સાથે જ 1500થી વધુ શ્રાવક શ્રાવિકાઓએ એ ભક્તિનો લાભ લીધો હતો.



સંપ્રતિ પેલેસ સુડા ભવન વેસુ ખાતેથી 9-9 દીક્ષાર્થીના વરસીદાનના વરઘોડાનો પ્રારંભ થયો હતો તેમ જ આચાર્ય ભગવંત હર્ષિલ સુરીશ્વરજી મહારાજા અને આચાર્ય ભગવંત યુગ પ્રભ સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં નીકળેલી વરસીદાનના વરઘોડાની યાત્રા વેસુના વિવિધ વિસ્તારોમાં ફરી બલર ફાર્મ ખાતે પૂર્ણ થઈ હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!