fbpx

બહુમત નહીં તો LGના હાથમાં સત્તાની ચાવી? BJPથી વધારે પરેશાન કોંગ્રેસ, NC, PDP…

Spread the love

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરે આવવાનું છે, પરંતુ એ જનાદેશમાં માત્ર જનતાના વૉટ સામેલ નથી, વાસ્તવમાં સત્તાની ચાવી તો ઉપરાજ્યપાલના હાથમાં છે. આ એક એવું પહેલું છે જેણે નેશનલ કોંગ્રેસ (NC), કોંગ્રેસ અને PDPને ખૂબ પરેશાન કરી દીધી છે. વાસ્તવમાં 5 ધારાસભ પસંદ કરવાનું કામ ઉપરાજ્યપાલે પણ કરવાનું છે એટલે કે 90 સીટોવાળી વિધાનસભાની સંખ્યા 95 થઈ જવાની છે.

5 ધારાસભ્યોવાળો વિવાદ શું છે?

આ સ્થિતિમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બહુમતનો આંકડો 48 સીટો સુધી વધી જશે. હવે કોંગ્રેસ, NC તેને સંવિધાન વિરુદ્ધ બતાવી રહી છે. તેમના જણાવ્યા મુજબ જે પણ સરકાર બનશે, તેમની પાસે મંતવ્ય લીધા બાદ જ ઉપરાજ્યપાલે આ નિર્ણય લેવો જોઈએ, પરંતુ બીજી તરફ ભાજપનો તર્ક છે કે, નિયમો મુજબ જ બધુ થઈ રહ્યું છે. હવે સમજવા જેવી વાત એ છે કે કલમ 370 હટ્યા બાદ જ કેન્દ્ર દ્વારા ઉપરાજ્યપાલેને એક તાકત આપવામાં આવી હતી. એ તાકત હેઠળ 5 ધારાસભ્યોને નોમિનેટ કરવાની જવાબદારી ઉપરાજ્યપાલ પાસે છે.

જમ્મુ-કાશ્મીરની પાર્ટીઓ કેમ પરેશાન?

આ 5 ધારાસભ્યોમાં 2 મહિલાઓ, 2 કાશ્મીરી પંડિત અને એક PoKના નેતાને સામેલ કરવામાં આવશે. વોટિંગથી લઈને બીજા બધા અધિકાર આ ધારાસભ્યો પાસે પણ રહેશે. હવે સ્થાનિક પાર્ટીઓનો આરોપ છે કે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી રહી નથી. તેમને સમજ પડી રહી નથી કે બહુમત 48 સીટો પર મળશે કે પછી 46 સીટો પર. કેટલીક પાર્ટીઓનું તો અહી સુધી કહેવું છે કે જે પ્રકારે વર્ષ 1987માં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં મોટા સ્તર પર હેરાફેરી થઈ હતી, હવે ફરી એવો જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?

શું ભાજપ જમ્મુ-કાશ્મીરમાં ખેલ કરશે?

નેશનલ કોન્ફરન્સના નેતા તો માની રહ્યા છે કે જો 5 ધારાસભ્યોને નોમિનેટ કરવામાં આવે છે તો એ તાકત રાજ્ય સરકાર પાસે હોવી જોઈએ; એટલે કે જ્યા સુધી સરકાર બની જતી નથી, ઉપરાજ્યપાલ કોઈ પણ એવો નિર્ણય નહીં લઈ શકે. એ સંવિધાન વિરુદ્ધ હશે. તર્ક તો અહી સુધીનો આપવામાં આવી રહ્યો છે કે એવો નિર્ણય કોઈ લઘુમતી પાર્ટીને બહુમતના આંકડા સુધી પહોંચાડી શકે છે. તો કોઈ બહુમતિવાળી પાર્ટીને લઘુમતમાં લાવી શકે છે. અત્યાર સુધી ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આ વિવાદ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ બધી પાર્ટીઓની ચિંતા જરૂર વધી ચૂકી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!