fbpx

પાકિસ્તાની સકલૈન મુશ્તાકે પસંદ કરી ભારત-પાકિસ્તાનની મિક્સ T20 પ્લેઇંગ XI

Spread the love

પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સકલૈન મુશ્તાકે વર્તમાન ક્રિકેટની ભારત અને પાકિસ્તાનને મિક્સ કરીને T20 ક્રિકેટની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. સકલૈન મુશ્તાકે સ્પોર્ટ્સકીડા સાથે વાત કરતા ભારત અને પાકિસ્તાન ટીમમાંથી 11 ખેલાડીઓની પસંદગી કરી છે. જેને મિક્સ કરીને તેમણે ભારત અને પાકિસ્તાનની T20 ટીમ બનાવી છે. સકલૈન મુશ્તાકે ઓપનર તરીકે રોહિત શર્મા અને બાબર આઝમને જગ્યા આપી છે. સકલૈન મુશ્તાકે નંબર ત્રણ માટે વિરાટ કોહલી પસંદગી કર્યો છે.

એ સિવાય સકલૈન મુશ્તાકે નંબર 4 પર પૂર્વ પાકિસ્તાની ઓફ સ્પિનર મોહમ્મદ રિઝવાનને પસંદ કર્યો છે. ત્યારબાદ તેમણે સૂર્યકુમાર યાદવને ટીમમાં જગ્યા આપી છે. સકલૈન મુશ્તાકે રિષભ પંતને પણ ભારત અને પાકિસ્તાની મિક્સ T20 પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપી છે. રિષભ પંત સિવાય સકલૈન મુશ્તાકે શાદાબ ખાન અને રવીન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે આ ટીમમાં પસંદ કર્યા છે. પૂર્વ પાકિસ્તાની દિગ્ગજે ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બૂમરાહ અને શાહીન આફ્રિદીને આ ટીમમાં જગ્યા આપી છે.

સકલૈન મુશ્તાકે નસિમ શાહને પણ ફાસ્ટ બોલર તરીકે T20ની પ્લેઇંગ ઇલવનમાં સામેલ કર્યો છે. તો 12માં ખેલાડી તરીકે તેમણે રવિચંદ્રન અશ્વિનને જગ્યા આપી છે. ઉલ્લેખનીય છે કે આ સમયે T20 ક્રિકેટના સૌથી શાનદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સકલૈન મુશ્તાકે પોતાની આ ખાસ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો નથી, જે વાસ્તવમાં હેરાન કરનારું છે. હાર્દિક પંડ્યાએ T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી 102 મેચમાં 1523 રન બનાવ્યા છે અને સાથે જ 86 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. એ સિવાય ઓલ T20માં 48માં 4816 રન બનાવવામાં સફળ રહ્યો છે તો તેણે તેમાં 176 વિકેટ પણ લીધી છે.

સકલૈન મુશ્તાકે પસંદ કરેલી ભારત-પાકિસ્તાનની મિક્સ પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા, બાબર આઝમ, વિરાટ કોહલી, મોહમ્મદ રિઝવાન, સૂર્યા, રિષભ પંત, શાદાબ ખાન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, રવિચન્દ્રન અશ્વિન (12મો ખેલાડી)

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!