ચૂંટણી લડી. અરવિંદ કેજરીવાલે ઘણી રેલીઓ કરી. દાવો હતો કે તેમના વિના હરિયાણામાં કોઇ ખાતું નહીં ખોલી શકે, પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો ખબર પડી કે 1.5 ટકાથી વધુ વોટ તો મળ્યા, પરંતુ 1 પણ સીટ ન મળી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં અરવિંદ કેજરીવાલે માત્ર એક રેલી કરી અને AAPને 0.5 ટકા વોટ પણ મળ્યા, પરંતુ સૌથી મોટી વાત તેમની વિધાનસભામાં એન્ટ્રી થઇ ગઇ. તેમનો એક ઉમેદવાર જીતી ગયો.
બપોરે 3:00 વાગ્યા સુધી ચૂંટણી પંચના આંકડાઓને જોઇએ તો ભાજપને 40 ટકા અને કોંગ્રેસને 39 ટકાની આસપાસ મોટા મળ્યા છે. તો AAPને 1.77 ટકા લોકોએ વોટ આપ્યા છે. હેરાનીની વાત એ પણ છે કે દુષ્યંત ચૌટાલાની જે જનનાયક જનતા પાર્ટી (JJP)ને ગત વિધાનસભામાં 10 સીટો મળી હતી. તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી અને નાયબ મુખ્યમંત્રી પણ બન્યા, તેમની પાર્ટીને પણ AAP કરતા અડધા વોટ મળ્યા. JJPને 1 ટકાથી પણ ઓછા લોકોએ વોટ આપ્યા.
મતોનું આ ગણિત જોઇને AAP ઉત્સાહિત જરૂર હશે કેમ કે વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં તેને 1 ટકા વોટ મળ્યા હતા. આ વખત તેણે પોતાના વોટ વધાર્યા છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં જે કમાલ કરી છે, તે શાનદાર છે. 0.5 ટકા વોટ મેળવીને તેમનો ઉમેદવાર ધારાસભ્ય બની ગયો. આખરે આ ખેલ કઇ રીતે થયો. આવો સમજીએ. જમ્મુ-કાશ્મીરની ડોડા સીટ પર AAPના મેહરાજ મલિકને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.
તેણે ભાજપના ગજય સિંહ રાણાને 4538 મતથી હરાવી દીધા છે. અહીની અન્ય વિધાનસભા સીટો પર AAP કોઇ ખાસ પ્રભાવ છોડી શકી નથી. પરંતુ માત્ર ડોડાની સીટ પર ઉમેદવારની છબીના કારણે તેને શાનદાર જીત મળી છે. આંકડાઓને જોઇએ તો પાર્ટીને 0.5 ટકા જે વોટ મળ્યા છે, તેમાં મોટા ભાગના વોટ આજ સીટ પર મળ્યા છે.