fbpx

વિનેશ જીતી છતા બ્રિજ ભૂષણે કહ્યું- એ જ્યાં જાય ત્યાં સત્યાનાશ જ થાય છે

Spread the love

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને BJPના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે જે રીતે ખેડૂતોના નામ પર, કુસ્તીબાજોના નામ પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જનતાએ તેને નકારી કાઢ્યો. જ્યારે, કુસ્તીબાજ અને કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગટની જીત અંગે, બ્રિજ ભૂષણે કહ્યું કે, ભલે તે જીતી ગઈ છતાં, કોંગ્રેસનું તો સત્યાનાશ થઇ ગયું છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ શાના કારણે ખતમ થઈ ગઈ? બ્રિજભૂષણ શરણ સિંહે તેનું નામ લીધા વિના વિનેશ ફોગટ તરફ ઈશારો કર્યો. તેણે કહ્યું કે તેનું (વિનેશ) શું છે, તે તો ચોક્કસપણે જીતશે. તે અહીં (કુસ્તી) પણ અપ્રમાણિકતાથી જીતતી હતી અને હવે તે ત્યાં પણ જીતી ગઈ છે. પરંતુ તે વિજેતાની બાબતમાં કોંગ્રેસ પક્ષની હાર થઈ હતી. આ વિજેતા કુસ્તીબાજો હીરો નથી પરંતુ વિલન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગટ તે કુસ્તીબાજોમાં સામેલ હતા જેમણે ગયા વર્ષે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં બ્રિજભૂષણ શરણ સિંહ પર અનેક જુનિયર મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કુસ્તીબાજોના આરોપ પછી ભારતીય કુસ્તી જગતમાં ખળભળાટ મચી ગયો હતો. BJPએ બ્રિજભૂષણ સિંહની ટિકિટ રદ કરીને તેમના પુત્રને લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. બ્રિજ ભૂષણ વિરુદ્ધ યૌન શોષણનો કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણાના જીંદ જિલ્લાની જુલાના વિધાનસભા બેઠક પરથી જીતી છે. તેમણે BJPના કેપ્ટન યોગેશ બૈરાગીને 6 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. વિનેશની આ પહેલી ચૂંટણી હતી. જો કે, તેમની પાર્ટી (કોંગ્રેસ) ચૂંટણીમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગે છે. જ્યારે, આ સીટ પર વિનેશ ફોગટની સામે અન્ય એક રેસલર હતી. પરંતુ તેને માત્ર 1200થી વધુ મત મળ્યા આમ આદમી પાર્ટી (AAP)એ WWE કુસ્તીબાજ કવિતા રાની (કવિતા દલાલ)ને વિનેશ સામે ઉતારી હતી, જેની ડિપોઝીટ પણ જપ્ત થઇ ગઈ હતી.

બપોરે 3 વાગ્યા સુધીના પરિણામો જોતા સ્પષ્ટ થઈ ગયું છે કે, હરિયાણામાં BJP હેટ્રિક લગાવવા જઈ રહ્યું છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે, કારણ કે હરિયાણામાં સતત ત્રીજી વખત કોઈ પાર્ટીએ ચૂંટણી જીતી નથી. એટલું જ નહીં, હરિયાણાના ઈતિહાસમાં BJPનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. BJP આ પહેલા ક્યારેય 50ના આંકડાને સ્પર્શી શક્યું નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!