આવતીકાલે,11 ઓકટોબરે દશેરો છે અને દશેરાના દિવસે ફાફડા અને જલેબીની જયાફત ઉડાવવાની ગુજરાતમાં વર્ષોથી પંરપરા છે. દશેરોના દિવસે ગુજરાતના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જાય છે.
આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ફાફડા જલેબી અમદાવાદના લોકો ખાય છે એ પછી સુરતમાં પણ લોકો ફાફડા જલેબી માટે લાઇન લગાવી દે છે. એક અંદાજ મુજબ આખા ગુજરાતમાં 1 લાખ જેટલા ફાફડા અને જલેબીનું વેચાણ થશે એટલે અંદાજે 8થી 10 કરોડ રૂપિયાના ફાફડા-જલેબી એક જ દિવસમાં ખવાઇ જશે.
દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા પાછળનું કારણ એવું છે કે ભગવાનને રામને શશકુલી નામની મિઠાઇ બહુ ભાવતી હતી જેને આજે જલેબી કહેવામાં આવે છે. સમય જતા મિઠાઇને સાથે તીખી આઇટમ તરીકે ફાફડા પણ જોડાઇ ગયા.
બીજું એક કારણ એ છે કે સપ્ટેબર- ઓક્ટોબર મહિનામાં બેવડી સિઝન હોવાને કારણે ઘણા લોકોને માઇગ્રેનનો અનુભવ થતો હોય છે. શરીરમાં સિરોટોરીન નામનું તત્વ ઓછું થઇ જાય છે અને જલેબીમાં ટિરામાઇનનું તત્વ હોય છે જે સિરોટોરીને અંકુશમાં રાખે છે, જલેબી ખાવાથી માઇગ્રેનમાં રાહત મળે છે એવું માનવામાં આવે છે.