fbpx

ન સ્ટિયરિંગ વ્હીલ, ન પેડલ! એલન મસ્કે રજૂ કરી રોબોટેક્સી, જાણો કિંમત

Spread the love

ટેસ્લાના CEO એલન મસ્કે કેલિફોર્નિયાના બેરબેન્કમાં એક કાર્યક્રમ દરમિયાન નવી રોબોટેક્સી Cybercab પરથી પરદો ઉઠાવ્યો છે. આ રોબોટેક્સીની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. મસ્કે જાહેરાત કરી કે તેનું ઉત્પાદન 2026ની શરૂઆતમાં ચાલુ થઇ શકે છે અને આ ડ્રાઇવરલેસ ઇલેક્ટ્રિક વાહનની કિંમત 30,000 ડૉલરથી ઓછી હોવાની અપેક્ષા છે. આ ઇવેન્ટ દરમિયાન એલન મસ્ક રોબોટેક્સીના પ્રોટોટાઇપ સાથે મંચ પર પહોંચ્યા અને વાહનના ભવિષ્યની ડિઝાઇન બાબતે જાણકારીઓ આપી હતી.

આ ઇવેન્ટનું જીવંત પ્રસારણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘X’ પર કરવામાં આવ્યું, જેને 43 લાખ કરતા વધુ લોકોએ જોયું. જાણકારો મુજબ, ટેસ્લા Cybercabની સફળતા કંપનીના સારા ભવિષ્ય માટે જરૂરી છે કેમ કે આ પ્રોજેક્ટ પર કંપની ભારે રોકાણ કરી રહી છે. રોબોટેક્સી એક પર્પઝ-બિલ્ટ ઓટોનોમસ વ્હીકલ (ઓટોમેટિક ચાલતી) વ્હીકલ છે. તેની ડિઝાઇન ફ્યૂચરિસ્ટિક છે. જેમાં બટરફ્લાઇના પંખાઓની જેમ ઉપર તરફ ખૂલતા દરવાજા અને એક નાની કેબિન આપવામાં આવી છે. જેમાં માત્ર 2 યાત્રીઓ બેસવાની જગ્યા આપવામાં આવી છે.

પ્રોટોટાઇપ મોડલને જોવાથી ખબર પડે છે કે તેમાં કોઇ સ્ટિયરિંગ વ્હીલ કે પેડલ છે અને ન તો તેમાં કોઇ ચાર્જિંગ પ્લગની જગ્યા આપવામાં આવી છે. કંપનીના CEO એલન મસ્કે કહ્યું કે, આ રોબોટેક્સી વાયરલેસ રીતે વીજળી પ્રાપ્ત કરશે અને વાહનની બેટરી ચાર્જ કરશે. એટલે કે કોઇ સ્માર્ટફોનની જેમ વાયરલેસ ચાર્જર ટેક્નોલોજીથી લેસ હશે. ડ્રાઇવરલેસ કારોને લઇને સામાન્ય રીતે હંમેશાં એવી જ ધારણા રહી છે કે તે ડ્રાઇવિંગ માટે સુરક્ષિત નથી.

ટેસ્લાના ઓટોનોમસ ડ્રાઇવિંગથી લેસ કારોમાં પણ ઘણી વખત ખામીઓ જોવા મળી છે,પરંતુ એ છતા એલન મસ્કે કહ્યું કે, ઓટોનોમસ કારો કોઇ પણ સામાન્ય કાર (હાલના સમયના ડ્રાઇવરવાળા કારો)ની તુલનામાં 10-20 ગણી સુરક્ષિત હશે તેમજ તેનો ખર્ચ શહેરો બસો માટે 1 ડોલર પ્રતિ માઇલની તુલનામાં 0.20 ડોલર પ્રતિ માઇલ હોય શકે છે એટલે કે કંપનીના દવાઓ મુજબ આ રોબોટેક્સી ન માત્ર સુરક્ષિત હશે, પરંતુ એ સસ્તી પણ હશે.

ટેસ્લા આગામી વર્ષે ટેક્સાસ અને કેલિફોર્નિયામાં પૂરી રીતે ઓટોનોમસ ડ્રાઇવિંગ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે સાઇબરકેબનું પ્રોડક્શન 2026 સુધી શરૂ કરવાની આશા છે. જો કે એલન મસ્કે એમ પણ કહ્યું કે, તે 2027 સુધી પણ આગળ વધી શકે છે. હાલમાં કંપની આ પ્રોજેક્ટ પર ખૂબ ઉત્સાહથી કામ કરી રહી છે. એ સિવાય ટેસ્લા ઓપ્ટિમસ રોબોટ ડેવલપ કરી રહી છે, જે 20,000-30,000 ડોલરની કિંમતમાં ઉપલબ્ધ હશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!