fbpx

હવે આટલા દિવસ પહેલા જ રેલવે ટિકિટ બૂક કરાવી શકશો, 1 નવેમ્બરથી લાગૂ થશે નવો નિયમ

Spread the love

તહેવારોની સિઝનમાં ટ્રેન ટિકિટ માટે ભારે ખેંચતાણ વચ્ચે રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હવે મુસાફરો ટ્રેનની પ્રસ્થાન તારીખના 60 દિવસ પહેલા જ IRCTC પરથી ટિકિટ બુક કરાવી શકશે. હાલમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો 120 દિવસનો છે. નવા નિયમ હેઠળ તેને બદલીને 60 દિવસ કરી દેવામાં આવ્યો છે, એટલે કે અગાઉના સમયગાળાના બરાબર અડધા. એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાની મુસાફરોની લાંબા સમયથી માંગણી હતી. જેના પર હવે રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોનો દાવો છે કે, ટિકિટ બુકિંગ સંબંધિત નવો નિયમ 1 નવેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. પહેલાથી બુક કરાયેલી ટિકિટ પર કોઈ અસર નહીં થાય. અહીં તમને જણાવી દઈએ કે, 1લી નવેમ્બરે દિવાળી અને 6ઠ્ઠી નવેમ્બરે છઠ પૂજાના કારણે રેલવેના તમામ રૂટ પર ટિકિટ બુકિંગને લઈને અવ્યવસ્થા સર્જાઈ છે. ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફારની લાંબા સમયથી રેલવે મુસાફરોની માંગ હતી. બુકિંગ શરૂ થતાની સાથે જ એજન્ટો અગાઉથી સીટો બુક કરી લે છે તેવા આક્ષેપ મુસાફરો દ્વારા કરવામાં આવ્યા હતા. જેના કારણે અસલી મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દરમિયાન, ભારતીય રેલવે તેની સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને સામેલ કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. રેલવેએ પહેલાથી જ લિનન અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર નજર રાખવા માટે AI સજ્જ કેમેરા લગાવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમે ટ્રેનોની ઓક્યુપન્સી ચકાસવા માટે AI મોડલની પુષ્ટિ કરી છે. તેના પરથી જાણવા મળ્યું કે ટ્રેનમાં કેટલી સીટો ખાલી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એડવાન્સ ટિકિટ બુકિંગ માટેના નવા નિયમો પહેલાથી બુક થયેલી ટિકિટોને અસર કરશે નહીં. રેલવેએ આ ફેરફાર શા માટે કરવો પડ્યો તે પણ જણાવ્યું, આ ફેરફાર એ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે કે, લોકો અગાઉથી ટિકિટ બુક કરાવે છે, પરંતુ ટ્રેનો કેન્સલ થવા પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રેલવેનું માનવું છે કે એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો ઘટાડીને 60 દિવસ કરવાથી ઘણા ફાયદા થશે. જેમ કે, લોકો સચોટ ટ્રાવેલ ઇટિનરરી બનાવશે અને બહેતર પ્લાનિંગ પછી ટિકિટ બુક કરાવશે.

ભારતીય રેલવેને આશા છે કે, આ નિર્ણયોથી ટિકિટ કેન્સલેશનમાં પણ ઘટાડો થશે. 120 દિવસના નિયમને કારણે લાંબું વેઇટિંગ લિસ્ટ હતું અને દલાલો તેનો ફાયદો ઉઠાવી રહ્યા હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!