fbpx

ફિક્સ પગારને લઈને ઈસુદાન ગઢવીએ સુચવ્યા ઉપાયો

Spread the love

ફિક્સ પગારને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ફરીએકવાર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ લેટરમાં લખ્યું હતું કે…

આજે ફિક્સ પે ને લઈને લાભાર્થીઓ જોગ મારો સંદેશ!ઉપાયો

થોડો લાંબો હશે માટે માફ કરજો! કારણ કે દરેક પાસા લખવા જરૂરી છે!

આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી એ સૌ યુવાનોના માટે એક સપના સમાન છે!!

અને એટલા માટે નોકરી મળતી હોય ત્યારે કોઈ પણ શર્તે મળી જાય એ જરૂરી માને છે !!

બીજી બાજુ આ નોકરીઓની ભરતી કરતા નેતાઓ કોઈ પણ ભોગે સરકાર બચી રહે એ એમનો અંતિમ લક્ષ્ય હોય છે!!ભારતના રાજ્યોમાં સરકારી ભરતીને લઈને કેટલીય સરકારો બની અને કેટલીય બદલી ગઈ છે!!

ગુજરાતમાં ફિક્સ પે પદ્ધતિનો ઠરાવ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી લાવ્યા!

ત્યારે ઘણાં ભાજપના નેતાઓએ એમનું ધ્યાન દોર્યું હશે કે સરકાર પડી જશે આવા જોખમ ના લેવાય! પરંતુ બીજી બાજુ પાર્ટીને વિશ્વાસ હશે કે હવે રાજ્યમાં હિન્દૂ મુસ્લિમનું વાતાવરણ ઉભું થઇ ગયું છે એટલે સરકારો મુદ્દાઓ પર નહીં ધર્મ પર લડાશે! તુરંત ચૂંટણી આવી અને 2007 માં ફરી એમની સરકાર બની!!અને એમનો અંદાજ સાચો પડ્યો! મુદ્દાઓ ભુલાઈ ગયા હતા!!

હું પણ રાજનીતિમાં આવ્યા પછી ઈમાનદારીથી સ્વીકારું છું કે કોઈ પણ રાજનેતાને મત થી જ ડર લાગે!!જો પોતે અથવા પોતાની પાર્ટી હારશે એવી બીક લાગે ત્યારે તેઓ બચાવવા ગમે તે કરવા તૈયાર થઇ જતા હોય છે!ફિક્સ પે થી ભાજપની સરકારને નુકશાન થવા ને બદલે ફાયદો થયો!!એટલે તેઓ ઓઉટસોર્સીંગ લાવ્યા! જેમાં માત્ર 11 મહિનાનો કરાર! બેકારી એ હદે વધી ગઈ હોય કે phd વાળો પટ્ટાવાળાની નોકરી કરવા પણ તૈયાર થાય ત્યારે સ્વાભાવિક જ ઓઉટસોર્સીંગથી ભાજપને બમણો ફાયદો થયો એક તો જરૂરી જગ્યા સસ્તામાં ભરાઈ ગઈ અને બીજુ કે ભાજપના જ કાર્યકરો અને આગેવાનોના સંતાનો/ઓળખીતાઓને સીધા ભરી શકાયા જેથી પેપર ફોડીને ભરતી કરવાની ઝંઝટ મટી ગઈ!!મારે એક ભાજપના આગેવાન સાથે વર્ષો પહેલા ફિક્સ પે અંગે વાત થયેલી ત્યારે એમણે કહેલું કે ઈસુદાન ભાઈ ફિક્સ પે નો કેસ સુપ્રીમમાં હોય અને એજ કર્મચારીઓના માતા પિતા અને સબંધીઓ ભાજપના કાર્યકર બનીને મત માંગવા ગલીએ ગલીએ ફરે તો કઈ સરકાર એને હટાવે!!કારણ કે મત તો આમ પણ ધર્મના નામ પર મળી જ જવાના હોય તો!

હવે ઉપાય પર આવીએ કે! એક વાત તો એ પાક્કી થઇ કે નેતાઓને મતથી જ ડર લાગે!!

1-દરેક ફિક્સ પે કર્મચારી પોતે પોતાના ભાજપનામાં રહેલ સગા સબંધીને અને વેવાઈ,કાકા,મામા સૌને મળો અને એમને યા તો ભાજપ સાથે છેડો ફાડો અથવા ફિક્સ પે મામલે અવાજ ઉઠાવવાનું કહો,

2-કે તમારા વિસ્તારના દરેક ભાજપના તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો, કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદો પાસે જાવ,એમની પાસે પત્રો લખાવો અથવા હાર માટે તૈયાર રહો એવી ચીમકી ઉચ્ચારો અને આ મુલાકાતોનું યુટ્યૂબ, ફેસબૂક,ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર પર લાઈવ કરો,

3- દરેક લાભાર્થીઓ પોતે વીકમાં એક દિવસ સૌ સાથે મળીને ફેસબૂક પર પોતાની વેદનાને લઈને લાઈવ થાય, અને પોતાના પરિવાર, ભાજપના જ્ઞાતિના આગેવાન, ધર્મના આગેવાન અથવા મત માંગવા આવતા દરેક આપણા અગેવાનને સંબોધીને કહો કે કેમ તમે અમારો અવાજ ઉઠાવતા નહીં, હવેથી તમારા કહેવાથી મત નહીં પડવા દઈએ!

4- વીકમાં એક દિવસ ટ્વિટર પર ટ્રેન્ડ કરાવો!

5-વિપક્ષના આગેવાનો પાસે સમર્થન પત્રો ભરાવડાવો અને ખાતરી કરાવડાવો કે તમારી સરકાર આવે એટલે ફિક્સ પે હટાવશે!

જયારે આપ આટલું કરશો એટલે ભાજપ દ્વારા પહેલા તમારા સબંધીઓ દ્વારા સમજાવાશે પછી ડરાવશે, પછી ધમકાવશે, પછી ધર્મ હશે તો આપણે બચીશું કરીને બીવડાવશે પછી ખોટા કેસની કે બદલીની ધમકી આપશે, તમારામાં ભાગલા પડાવશે! છતાં પણ તમે અડીખમ રહ્યા અને ચૂંટણીઓમાં પરિણામમાં દેખાડીશું આવુ કહેતા રહ્યા તો 6 મહિનામાં ફિક્સ પે પ્રથા નાબૂદ થઇ જશે તમે અને ભાવિ યુવાનો પણ છુટકારો મેળવશે! જય હિન્દ, જય માતાજી

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!