fbpx

પ્રાંતિજ શ્રી ખેતરવાળા મેલડી માતાજી નો બારમો પાટોત્સવ યોજાયો

Spread the love

પ્રાંતિજ શ્રી ખેતરવાળા મેલડી માતાજી નો બારમો પાટોત્સવ યોજાયો
– સાંસદ , ધારાસભ્ય , મહાનુભાવો સહિત માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
– મા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખેતરવાળા મેલડીમાતાજી મંદિર ખાતે બારમો પાટોત્સવ યોજાયો હતો જેમા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહીને મા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી


  પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રી ખેતરવાળા મેલડી માતાજીનો બારમો પાટોત્સવ યોજાયો હતો જેમા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , રઇશભાઇ કસ્બાતી , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , મંથન બારૈયા , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , શ્રધ્ધા બેન પટેલ , મનોજભાઇ મોદી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો રાત્રી દરમ્યાન યોજાનાર લોક ડાયરા ને દિપ પ્રાગટય દ્રારા ઉપસ્થિત મહેમાનો દ્રારા ડાયરા ને ખુલ્લો મુકવામા આવ્યો હતો તો રાકેશ બારોટ ,આરતી પ્રજાપતિ , મમતા સોની , જીગર ઠાકોર સહિત ના કલાકારો દ્રારા ડાયરા ની રમઝટ બોલાવવામા આવી હતી તો શક્તિ ઉપાસક શ્રી પંકજભાઇ રાવલ (જયમાડી) તથા મેલડી માઇ મંડળ દ્રારા બે દિવસીય પાટોત્સવ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!