fbpx

દિવાળીમાં નકામી વસ્તુ કાઢી નાખો તો સુરત મહાનગર પાલિકાને આપી દેજો

Spread the love

મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેન્ટ ચેન્જનું એક અભિયાન છે જેનું નામ છે મેરી લાઇફ મેરા સ્વચ્છ શહેર. આ અભિયાન હેઠળ સુરત મહાનગર પાલિકાએ દિવાળીમાં લોકો જે નકામી વસ્તુઓ કાઢી નાંખે છે તે સ્વીકારીને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું છે.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો,કન્હૈયા અરોરાએ કહ્યુ હતું કે. સરકારના મિશન હેઠળ દેશભરની પાલિકાઓમાં 3R હેઠળ અભિયાન ચાલે છે. રિફ્યુઝ, રિડ્યુસ અને રિસાયકલ, પરંતુ સુરત મહાનગર પાલિકાએ  બે ડગલાં આગળ વધીને 5R કર્યું છે. જેમાં રિયુઝ અને રિપેરને ઉમેરવામાં આવ્યું છે. દિવાળીમાં કપડા, રમકડાં, પુસ્તકો, પગરખા કે ઇવેસ્ટ હોય તો પાલિકાની વોર્ડ ઓફિસમાં આવીને આપી શકો છો અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800  123 8000 ને કોલ કરશો તો ટીમ આવીને લઇ જશે. જો તમારા ઘરમાં કોઇ ભગવાનની પ્રતિમા સાજી કે ખંડિત હોય અને તમે કાઢી નાંખવાના હો તો પણ પાલિકાને આપી દેજો. પુરા સન્માન સાથે તેનું વિસર્જન કરવામાં આવશે. આ મળેલી વસ્તુઓ જરૂરિયાત મંદને પહોંચાડવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!