fbpx

સગા ભાઈએ કોર્ટમાં કેસ કર્યો અને પછી ભાઈ પર 98,29,117નો દંડ ફટકારાવ્યો

Spread the love

મધ્યપ્રદેશના ઉમરિયામાં એક ભાઈએ 98 લાખ રૂપિયાથી વધુનો દંડ અને પોતાના સગા ભાઈને ઘર ખાલી કરવાનો આદેશ કર્યો છે. મામલો જમીન વિવાદનો છે. લડાઈ વધી જતા વાત એડિશનલ કલેક્ટર કોર્ટમાં પહોંચી હતી. જિલ્લાના ઈતિહાસમાં આ સૌથી મોટો દંડ હોવાનું કહેવાય છે.

આ મામલો ઉમરિયા જિલ્લા મુખ્યાલયની બાંધવગઢ હોટલ સાથે સંબંધિત છે. હોટલના માલિક ઠાકુર દાસ સચદેવ પર રહેણાંકની જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાનો અને સરકારી જમીન પર અતિક્રમણ કરવાનો આરોપ છે.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે ઠાકુર દાસના મોટા ભાઈ રમેશચંદ્ર સચદેવે લોઢા ગામમાં તેમના પિતાની દોઢ એકર જમીનમાં હિસ્સો માંગ્યો. આ જમીન પર તેના 7 ભાઈઓ અને માતાના નામ નોંધાયેલા હતા. રમેશ ચંદ્રનો આરોપ છે કે, જ્યારે તેણે ઠાકુર દાસને લોઢા ગામની જમીનમાં તેનો હિસ્સો માંગ્યો, ત્યારે ઠાકુર દાસે કહ્યું કે, ઉમરિયામાં તેના નામે જમીન પહેલેથી જ છે. આ સાંભળીને રમેશચંદ્ર ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને તેણે ઉમરિયા જમીનમાં પણ પોતાનો હિસ્સો માંગ્યો.

રમેશ ચંદ્રાએ કોર્ટને એ પણ જણાવ્યું કે, ઠાકુર દાસે જે નઝુલ જમીન પર તેઓ રહે છે તેનું જમીનનું ભાડું પણ જમા કરાવ્યું નથી. આ કેસની સુનાવણી પછી કોર્ટે કલેકટર કોર્ટને યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. કલેકટરે મામલો અધિક કલેકટર કોર્ટમાં મોકલી આપ્યો હતો. ઠાકુર દાસે આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવા કમિશનર કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ વકીલની ગેરહાજરીને કારણે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

આખરે એડિશનલ કલેક્ટર કોર્ટે ઠાકુર દાસ પર 98 લાખ 29 હજાર 117 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમને 15 દિવસમાં સરકારી જમીન ખાલી કરી દંડ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ કેસમાં અધિક કલેક્ટર શિવ ગોવિંદ મારકમે જણાવ્યું હતું કે, જિલ્લા મથકમાં વર્ષોથી ચાલતી બાંધવગઢ હોટલની લીઝ સરકાર પાસેથી એ કહીને લેવામાં આવી હતી કે, તેનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થશે. પરંતુ સંબંધિતોએ તેને વ્યાવસાયિક બનાવી દીધો. સાથે જ ખાલી પડેલી જમીન પર અતિક્રમણ પણ કર્યું હતું. આ મામલે જિલ્લા સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સંબંધિત અતિક્રમણ કરનારને દોષિત ઠેરવી સરકારી જમીન ખાલી કરવાનો આદેશ મોકલી આપ્યો છે. આ માટે એડિશનલ કલેક્ટર કોર્ટે ગુનેગારને આર્થિક દંડ પણ ફટકાર્યો છે.

error: Content is protected !!